PM મોદીએ ઉદઘાટન કર્યાનાં 5 વર્ષ પછી પણ વડોદરાના આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટ પરથી વિદેશની ફ્લાઇટ શરૂ ન થઈ શકી

વડોદરામાં આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યાનાં સવાપાંચ વર્ષ પછી પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ નથી થઇ. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ એરપોર્ટના લંબાઇ અને પહોંળામાં ટૂંકા રન-વેને કારણે અમેરિકા કે કેનેડા જતી 500 પેસેન્જરની ક્ષમતાવાળી મોટી ફ્લાઇટ લેન્ડ કે ટેકઓફ કરી શકે એમ નથી, જેથી વડોદરાવાસીઓ માટે આવી સીધી ફ્લાઇટનું ભાવિ અધ્ધરતાલ છે.
બિલ્ડિંગ તૈયાર પણ કસ્ટમ અને ઇમિગ્રેશનની સુવિધા નથી
એરપોર્ટ સૂત્રોના જણાવ્યા અનુસાર, વડોદરામાં નવું આંતરરષ્ટ્રીય ટર્મિનલ તો તૈયાર છે, પરંતુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવા માટે જરૂરી કસ્ટમ અને ઇમિગ્રેશનની સુવિધા અહીં હજુ સુધી શરૂ કરવામાં આવી નથી. જો કેન્દ્ર સરકાર મંજૂરી આપે તો આ સુવિધાઓ અહીં શરૂ થઇ શકે.

રન-વે ટૂંકો, કેનેડા કે અમેરિકાની મોટી ફ્લાઇટ લેન્ડ ન થઇ શકે
વડોદરાના એરપોર્ટનો રન-વે હાલ 2466 મીટરનો છે, જેના પર 200 જેટલા મુસાફરોને લઇ જતી ફ્લાઇટ જ લેન્ડ કે ટેકઓફ થઇ શકે, પરંતુ કેનેડા કે અમેરિકા જેવા દેશોમાં જતી 300થી 500 પેસેન્જરની ફ્લાઇટ માટે હાલનો રન-વે લંબાઇ અને પહોંળાઇ એમ બંને રીતે ટૂંકો પડે છે. જોકે 200 પેસેન્જરની ક્ષમતાવાળી સીધી ફ્લાઇટ ભારતના પડોશી દેશો દુબઇ કે શ્રીલંકા માટે શરૂ થઇ શકે છે એમ એરપોર્ટ સૂત્રોએ ઉમેર્યું હતું. હાલ વડોદરા એરપોર્ટ પર 200 જેટલા પેસેન્જરની કેપેસિટીવાળાં વિમાન જ ઓપરેટ થાય છે. ઉલ્લેખનીય છે કે આંતરષ્ટ્રીય કક્ષાના વિમાનને લેન્ડ કરાવવા માટે અંદાજે 3300 મીટરના રન-વેની જરૂર પડે છે.

0 Response to "PM મોદીએ ઉદઘાટન કર્યાનાં 5 વર્ષ પછી પણ વડોદરાના આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટ પરથી વિદેશની ફ્લાઇટ શરૂ ન થઈ શકી"
ટિપ્પણી પોસ્ટ કરો