ઉનાળો આકરો રહેશે ! બપોરે બહાર નીકળતા પહેલા ચેતજો, જાણો હવામાન વિભાગે શું કહ્યું
ઉનાળો આકરો રહેશે ! બપોરે બહાર નીકળતા પહેલા ચેતજો, જાણો હવામાન વિભાગે શું કહ્યું
રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. તેમાંય છેલ્લા એક અઠવાડિયાથી આકાશમાંથી અગનવર્ષા વરસાવાનું શરૂ કરી દેતા ગરમીનો પારો 41 ડિગ્રીની પર પહોંચ્યો.
- અમદાવાદ સહિત રાજ્યના ઘણાં શહેરોમાં ઓરેન્જ અને યલો એલર્ટ
- રવિવાર સુધી ગુજરાતમાં હીટવેવ રહેવાની આગાહી કરવામાં આવી
- અમદાવાદમાં તાપમાનો પારો 40 પાર કરીને 41 પર પહોંચી ગયો
અમદાવાદ સહિત રાજ્યના ઘણાં શહેરોમાં ઓરેન્જ અને યલો એલર્ટ
હોળી-ધૂળેટીના તહેવાર પછી ગરમીમાં ઘટાડો થવાની આગાહી વ્યક્ત કરાઈ હતી પરંતુ હજુ ચાલુ અઠવાડિયા દરમિયાન લોકોએ ગરમીનો મારો સહન કરવો પડશે. અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી પર પહોંચી ગયું છે. આ સિવાય રાજ્યના ઘણાં ભાગોમાં લઘુત્તમ તાપમાનનો આંકડો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. ત્યારે આજે પાછું હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી બે દિવસ દરમિયાન રાજ્યમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે અમદાવાદ, ગાંધીનગર અને બનાસ કાંઠામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓરેન્જ અને યલો એલર્ટની આગાહી કરી છે.
0 Response to " ઉનાળો આકરો રહેશે ! બપોરે બહાર નીકળતા પહેલા ચેતજો, જાણો હવામાન વિભાગે શું કહ્યું"
ટિપ્પણી પોસ્ટ કરો