RAJKOT : રાજકોટમાં લાકડાનો ઉપયોગ અટકે તે માટે 300થી વધુ હોળીના આયોજક, સંચાલકો ગોબર સ્ટિકનો વપરાશ કરશે, 90 ટન ગોબર સ્ટિકનો થશે ઉપયોગ
રાજકોટમાં લાકડાનો ઉપયોગ અટકે તે માટે 300થી વધુ હોળીના આયોજક, સંચાલકો ગોબર સ્ટિકનો વપરાશ કરશે, 90 ટન ગોબર સ્ટિકનો થશે ઉપયોગ
હોળીના તહેવારમાં પર્યાવરણને નુકસાન થાય નહીં અને ગૌશાળા પણ આત્મનિર્ભર બને તે માટે ગૌશાળાના સંચાલક અને પર્યાવરણપ્રેમી આગળ આવ્યા છે. તેઓએ વૈદિક હોળી યજ્ઞ હાથ ધર્યો છે. જે અંતર્ગત ગૌશાળાના સંચાલકોએ 90 ટન ગોબર સ્ટિક બનાવી છે, તો 300થી વધુ હોળીના આયોજક, સંચાલક મંડળોએ હોળીમાં લાકડાંને બદલે ગોબર સ્ટિકનો વપરાશ કરશે. આમના બે ફાયદા થશે એક તો લાકડાં માટે વૃક્ષોનું નિકંદન નીકળશે નહિ અને ગોબર સ્ટિકનો વપરાશ થવાને કારણે વાતાવરણ પણ શુદ્ધ બનશે.
વૈદિક હોળીનો ફાયદો એ થયો કે, જે ગાય દૂધ નથી આપતી. તે ગાયનો નિભાવ ખર્ચ ઉપાડવા માટે કોઈ તૈયાર થતા નથી તેવી ગાયોનો નિભાવ ખર્ચ આ વૈદિક હોળી યજ્ઞ થકી નીકળતા હવે તેને ખોરાક મેળવવા માટે દર- દર ભટકવું નથી પડતું. જળક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ મનસુખભાઈ સુવાગિયાએ જણાવ્યું છે કે, ટ્રસ્ટ દ્વારા 10 હજાર વૈદિક હોળીનો સંકલ્પ લેવામાં આવ્યો છે. ગોબર સ્ટિકનું વિતરણ રાજકોટ, નડિયાદ, અમદાવાદ, જામકંડોરણા સહિત સૌરાષ્ટ્ર અને રાજ્યભરમાં લોકોને કરવામાં આવ્યું છે.
0 Response to "RAJKOT : રાજકોટમાં લાકડાનો ઉપયોગ અટકે તે માટે 300થી વધુ હોળીના આયોજક, સંચાલકો ગોબર સ્ટિકનો વપરાશ કરશે, 90 ટન ગોબર સ્ટિકનો થશે ઉપયોગ"
ટિપ્પણી પોસ્ટ કરો