-->
VADODARA : આશીર્વાદ હોસ્પિટલના તબીબની પત્નીનો ગળેફાંસો ખાઈ આપઘાત

VADODARA : આશીર્વાદ હોસ્પિટલના તબીબની પત્નીનો ગળેફાંસો ખાઈ આપઘાત

 

આશીર્વાદ હોસ્પિટલના તબીબની પત્નીનો ગળેફાંસો ખાઈ આપઘાત


આશીર્વાદ હોસ્પિટલના સંચાલક તબીબની 59 વર્ષીય પત્નીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મુજમહુડામાં કૃષ્ણશાંતિ સોસાયટીમાં રહેતાં તબીબનાં પત્ની બેંકમાં નોકરી કરતાં હતા. જે.પી.રોડ પોલીસ સ્ટેશનના એએસઆઇ ગણેશભાઈએ જણાવ્યું હતું કે, પોલોગ્રાઉન્ડ ખાતે આશીર્વાદ હોસ્પિટલ ધરાવતા ઓર્થોપેડિક ડોક્ટર અનિલ શાહનાં 59 વર્ષીય પત્ની અલકાબેન બેંકમાં ફરજ બજાવતાં હતાં.

પોલીસના જણાવ્યા મળ્યા મુજબ ડો.અનિલભાઈ સવારે 8:45 વાગે હોસ્પિટલ જતા હોય છે. ત્યારબાદ પુત્ર અને પુત્રવધૂ પણ હોસ્પિટલ જાય છે. સૌથી છેલ્લાં અલકાબેન ઘર બંધ કરી બેંકમાં નોકરી પર જતાં હતાં. મંગળવારે ઘરનાં અન્ય સભ્યો રાબેતા મુજબ ગયાં હતાં, જ્યારે અલકાબેન નોકરી પર ગયાં કે નહીં તે જાણવા પુત્રે ફોન કર્યો હતો, પરંતુ તેઓએ ફોન રિસીવ ન કરતાં ઘરના લેન્ડલાઈન પર ફોન કર્યો હતો, પરંતુ તે પણ ઉઠાવ્યો નહોતો.

બેંકમાં ફોન કરી પૂછપરછ કરતાં અલકાબેન રજા પર હોવાની જાણ થઈ હતી, જેથી ડો.અનિલભાઈએ પુત્ર નીલને તાત્કાલિક ઘરે તપાસ કરવા જણાવ્યું હતું. ઘરે પહોંચેલા નીલે જોયું તો દરવાજા ખુલ્લા હતા અને ઉપરના માળે બેડરૂમમાં અલકાબેન ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યાં હતાં. આ અંગે જે.પી.રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

0 Response to "VADODARA : આશીર્વાદ હોસ્પિટલના તબીબની પત્નીનો ગળેફાંસો ખાઈ આપઘાત"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel