અમદાવાદ : સૌથી વધુ 1 હજાર કરોડ દંડ વીજચોરી-લેટ બિલ માટે, ટ્રાફિક નિયમ ભંગ માટે 400 કરોડ વસૂલાયા
સૌથી વધુ 1 હજાર કરોડ દંડ વીજચોરી-લેટ બિલ માટે, ટ્રાફિક નિયમ ભંગ માટે 400 કરોડ વસૂલાયા
નિયમો તો તોડવા માટે જ હોય છે. એવી એક સામાન્ય છાપ લોકોમાંથી હજુ ભૂંસાતી નથી. જેનું પરિણામ નિયમ તોડનાર લોકો જ ભોગવે છે. રોજબરોજના નિયોમોનો ભંગ કરીને વર્ષેદહાડે ગુજરાતીઓ અંદાજે 800 કરોડથી પણ વધુ રકમનો દંડ ભરે છે. હાલમાં 6 માર્ચથી 15 માર્ચ સુધી રાજ્યભરમાં ટ્રાફિકની ડ્રાઇવ યોજાઈ હતી જેમાં માત્ર અમદાવાદ શહેરમાં 9 દિવસમાં સીટબેલ્ટ-હેલ્મેટ નહીં પહેરનારાઓ પાસેથી 23.65 લાખ રૂપિયા દંડ વસૂલાયો હતો.
વિવિધ વિભાગોમાંથી મળેલા આંકડાઓ પ્રમાણે, છેલ્લા 3 વર્ષમાં ગુજરાતીઓએ અંદાજે રૂ. 2500 કરોડની રકમના દંડ ભર્યો છે. કોરોનામાં માસ્કના નિયમોનો ભંગ કરીને જ બે વર્ષમાં રૂ. 250 કરોડનો દંડ આપણે ભરી ચૂક્યા છીએ. ટ્રાફિકના વિવિધ નિયમોના ઉલ્લંઘન બદલ ગુજરાતીઓ ત્રણ વર્ષમાં રૂ. 400 કરોડ જેટલો દંડ જમા કરાવી ચૂક્યા છે. હેલમેટ અને સીટ બેલ્ટના નિયમો તોડવામાં લોકો સૌથી આગળ છે. ત્રણ વર્ષમાં વીજચોરી કરીને પણ રૂ. 400 કરોડ તો વીજળી બિલ ભરવામાં મોડું કરીને રૂ. 600 કરોડથી વધારે ભરી ચૂક્યા છીએ.
0 Response to " અમદાવાદ : સૌથી વધુ 1 હજાર કરોડ દંડ વીજચોરી-લેટ બિલ માટે, ટ્રાફિક નિયમ ભંગ માટે 400 કરોડ વસૂલાયા"
ટિપ્પણી પોસ્ટ કરો