VADODARA : RTOએ ટેક્સ વિનાનાં 63 વાહન ડિટેઇન કરી 30 લાખ દંડ વસૂલ્યો
RTOએ ટેક્સ વિનાનાં 63 વાહન ડિટેઇન કરી 30 લાખ દંડ વસૂલ્યો
આરટીઓ દ્વારા માર્ચ એન્ડિંગનો ટાર્ગેટ પૂરો કરવા કવાયત હાથ ધરાઇ છે. આરટીઓ ઇન્સ્પેક્ટરને બાકી ટેક્સવાળાં વાહનો ડિટેઇન કરવા અને ચેકિંગ કરવા માટેના આદેશ કરવામાં આવ્યા છે, જેને પગલે આરટીઓ દ્વારા 63 વાહનો ડિટેઇન કરી 30 લાખ જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પણ આ કામગીરી ચાલુ રહેશે, તેમ વડોદરા આરટીઓ દ્વારા જણાવાયું છે.
વડોદરા આરટીઓ દ્વારા કોરોના દરમિયાન થયેલી આવક કરતાં પણ વર્ષ 2021-22માં આવકનો આંક ઊંચો નોધાયો છે, છતાં કોમર્શિયલ વાહનો દ્વારા થતી ટેક્સ ચોરી અટકાવવા સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. આરટીઓ દ્વારા દરેક ઇન્સ્પેક્ટરને 20 વાહન ડિટેઇન કરવા ખાસ કામગીરી સોંપવામાં આવી છે. વડોદરા આરટીઓમાં વર્ષ 2020-21માં 193 કરોડની આવક થઈ હતી, જે વર્ષ 21-22માં 15 માર્ચ સુધી 235 કરોડ નોંધાઇ હતી.
0 Response to "VADODARA : RTOએ ટેક્સ વિનાનાં 63 વાહન ડિટેઇન કરી 30 લાખ દંડ વસૂલ્યો"
ટિપ્પણી પોસ્ટ કરો