-->
30 વર્ષ જૂના પ્રતાપનગર બ્રિજની પેરાફિટ તોડીને નવી બનાવાશે

30 વર્ષ જૂના પ્રતાપનગર બ્રિજની પેરાફિટ તોડીને નવી બનાવાશે

 

30 વર્ષ જૂના પ્રતાપનગર બ્રિજની પેરાફિટ તોડીને નવી બનાવાશે



 શહેરના 30 વર્ષ જૂના પ્રતાપ નગર રેલવે ઓવરબ્રિજની પેરાફિટ જર્જરિત થતાં અકસ્માત સર્જાવાની ભીતિ સર્જાઇ છે. જેના પગલે પાલિકાએ હવે આરસીસી પેરાફિટ બનાવવાની કામગીરી હાથ ધરી છે. જેમાં અંદાજીત ભાવ કરતાં 23.25 ટકા વધુ રૂા. 1.03 કરોડના ખર્ચે પેરાફિટ બનાવવાની દરખાસ્તને મંજૂરી માટે સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી છે.

શહેરમાં 30 વર્ષ પૂર્વે મધ્ય અને પૂર્વ વિસ્તારને જોડતો પ્રતાપનગર રેલવે બ્રિજ બનાવવામાં આવ્યો હતો. આ બ્રિજને 30 વર્ષ થતાં તેની પેરાફિટ (ક્રેશ બેરીયર) જર્જરિત થઇ છે. થોડા દિવસ અગાઉ જર્જરિત પેરાફિટ તૂટીને નીચે પડતાં નાસભાગનાં દૃશ્યો સર્જાયાં હતાં. સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. ચોમાસામાં 10 મીટર જેટલી પેરાફિટ તૂટી જતાં અકસ્માત ન થાય તેના પગલે તેને રિપેરિંગ કરવામાં આવી હતી, પરંતુ હવે કોઈ મોટો અકસ્માત ન થાય તે માટે બ્રિજની પેરાફિટને તોડીને તેની જગ્યાએ નવી પેરાફિટ બનાવવાની જરૂરિયાત ઊભી થઇ છે.

0 Response to "30 વર્ષ જૂના પ્રતાપનગર બ્રિજની પેરાફિટ તોડીને નવી બનાવાશે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel