ભારત vs ઈંગ્લેન્ડ મહિલા વર્લ્ડ કપ:ઈંગ્લેન્ડ સામે 135 રનનો ટાર્ગેટ, ભારતના 6 બેટર સિંગલ ડિજિટમાં આઉટ
ભારત vs ઈંગ્લેન્ડ મહિલા વર્લ્ડ કપ:ઈંગ્લેન્ડ સામે 135 રનનો ટાર્ગેટ, ભારતના 6 બેટર સિંગલ ડિજિટમાં આઉટ
મહિલા વર્લ્ડ કપની 15મી મેચ ભારત- ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહી છે. ભારતે ઈંગ્લેન્ડને 135 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતની ટીમ 36.2 ઓવરમાં 134 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સ્મૃતિ મઘાનાએ સૌથી વધારે 35 રન બનાવ્યા હતા. જ્યારે ઋચા ઘોષે 33 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડની ચાર્લોટ ડીને સૌથી વધારે 4 વિકેટ લીધી હતી.
ભારતનો શરૂઆતમાં જ ધબડકો થયો હતો
ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને ભારતને બેટિંગ આપી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતની ટીમનો ધબડકો થયો હતો. માત્ર 61 રનમાં તો અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. ટીમ 100 રન પર ન હતી પહોંચી ત્યાં 7 વિકેટ પડી ગઈ હતી. અંતે 36.2 ઓવરમાં 134 રનમાં ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી.
0 Response to "ભારત vs ઈંગ્લેન્ડ મહિલા વર્લ્ડ કપ:ઈંગ્લેન્ડ સામે 135 રનનો ટાર્ગેટ, ભારતના 6 બેટર સિંગલ ડિજિટમાં આઉટ"
ટિપ્પણી પોસ્ટ કરો