-->
સાબરમતી રિવરફ્રન્ટ પર 1 મેથી ફ્રી યોગા અને એરોબિક્સ કલાસ શરૂ કરાશે, બાળકો માટે અલગ-અલગ એક્ટિવિટીની સુવિધા

સાબરમતી રિવરફ્રન્ટ પર 1 મેથી ફ્રી યોગા અને એરોબિક્સ કલાસ શરૂ કરાશે, બાળકો માટે અલગ-અલગ એક્ટિવિટીની સુવિધા

 

સાબરમતી રિવરફ્રન્ટ પર 1 મેથી ફ્રી યોગા અને એરોબિક્સ કલાસ શરૂ કરાશે, બાળકો માટે અલગ-અલગ એક્ટિવિટીની સુવિધા




અમદાવાદ શહેરની શાન ગણાતા એવા સાબરમતી રિવરફ્રન્ટ પર લોકો વધુ મનોરંજન અને આરોગ્યને સુધારવા અંગેની સુવિધા મેળવે તેના માટે નવા આકર્ષણો ઉભા કરવાનું આયોજન સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ લિમિટેડ દ્વારા કરવામાં આવનાર છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ચેરમેન કેશવ વર્માએ જણાવ્યું હતું કે, સાબરમતી રિવરફ્રન્ટને વધુ સારું અને મનોરંજન માટે બનાવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવશે. આગામી 100 દિવસમાં અલગ અલગ એક્ટિવિટી અમે શરૂ કરવા જઇ રહ્યા છીએ. વોક-વે ઓપન જિમ બનશે. શહેરીજનોના આરોગ્યને ધ્યાનમાં રાખી અને ઇમ્યુનિતી વધારવા અલગ અલગ જગ્યાએ પાર્ક અને વોક-વે પાસે ઓપન જિમ શરૂ કરાશે, બાળકો માટે મનોરંજન એક્ટિવિટી અને રમતગમત માટેની પ્રવૃત્તિઓ શરૂ કરાશે. લોકો જે ચાલવા માટે વધુ આવે તેના માટે આ પેડિસ્ટ્રીયન બ્રિજ બનાવવામાં આવ્યો છે.

રિવરફ્રન્ટ પર 2 જગ્યાએ ફ્રી યોગા કલાસ

રિવરફ્રન્ટ પર વધુ આકર્ષણ મળે તેના માટે આર્મી અને NCC સાથે પણ વાત ચાલુ છે. રિવરફ્રન્ટ પર ગરમી અને તડકો ન લાગે તેના માટે કેટલીક નિશ્ચિત કરેલી જગ્યાએ ખૂબસૂરત શેડ બનાવવામાં આવશે જ્યાં લોકો ચાલી શકે. IMA અને AMAના કેટલાક ડોકટરો દ્વારા હાર્ટ, ડાયાબિટીસ વગેરે બીમારીઓથી બચવા માટે એક એક લેક્ચરોનું પણ રિવરફ્રન્ટ હાઉસ ખાતે આયોજન કરાશે. વરસાદ પહેલા NCC દ્વારા બોટ મગાવી બોટિંગ શરૂ કરવામાં આવશે. 1મેથી સાબરમતી રિવરફ્રન્ટ પર 2 જગ્યાએ ફ્રી યોગા કલાસ અને એરોબિક કસરત કરાવવામાં આવશે. રિવરફ્રન્ટ પર 3 લાખ ઝાડ ઉગાડી ચુક્યા છીએ. આગામી દિવસોમાં 3 લાખ બીજા ઝાડ રિવરફ્રન્ટ પર ઉગાડવામાં આવશે.

ફૂટ ઓવરબ્રિજની કામગીરી ઝડપી બનશે

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે તેને આગામી મે મહિનાના અંત સુધીમાં શરૂ કરવામાં આવશે. રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ જે પૂર્વ અને પશ્ચિમ તરફ બનાવવામાં આવ્યા છે તેને પણ અમે ઝડપથી ચાલુ કરવાના છીએ. સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2 શરૂ થઈ ગયો છે. રિવરફ્રન્ટ પર જે દીવાલ બનવાની છે તે સિમેન્ટ અને કોન્ક્રીટની દીવાલ નથી. જે સીડીઓ બનશે તે અલગ જ પ્રકારની હશે. રોડ પર ગાડી ચલાવે તો નદી દેખાશે. સાબરમતી નદીમાં પાણી અંગે તેઓએ જણાવ્યું હતું કે, રિવરફ્રન્ટ પર લોકો નદીમાં પાણી હોય અને બેસવા આવે તો જ આવે. નદીમાં જે પાણી 7થી 8 ટકા ઓક્સિજન છે. સુભાષબ્રિજ અને ડફનાળા પાસે 2 ટકા ઓક્સિજન છે. અમે તેને વધુ સારું કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.

0 Response to "સાબરમતી રિવરફ્રન્ટ પર 1 મેથી ફ્રી યોગા અને એરોબિક્સ કલાસ શરૂ કરાશે, બાળકો માટે અલગ-અલગ એક્ટિવિટીની સુવિધા"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel