અમદાવાદના બહેરામપુરાની પાંચ પીર કબ્રસ્તાનની 40 વર્ષે જીત,
અમદાવાદના બહેરામપુરાની પાંચ પીર કબ્રસ્તાનની 40 વર્ષે જીત, ન્યૂ કબાડી ખાના માર્કેટ દૂર કરવા હાઈકોર્ટનો હુકમ
અમદાવાદના બહેરામપુરા વિસ્તારના કબાડી માર્કેટને લઈ મહત્વનો હુકમ કર્યો છે. માર્કેટને લઈને ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. 40 વર્ષ વર્ષની કાયદાકીય લડત બાદ હાઇકોર્ટે પાંચ પીર કબ્રસ્તાનની જગ્યા પર દબાણ દૂર કરવા માટે હુકમ કર્યો છે. 3 મહિનામાં અતિક્રમણની જગ્યા ખાલી કરવા કોર્ટે કહ્યું છે.
40 વર્ષની કાયદાકીય લડત બાદ અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં દૂધવાલા જમાત હસ્તકના પાંચ પીર કબ્રસ્તાનની જગ્યા પરથી ન્યૂ કબાડી માર્કેટ દ્વારા અનઅધિકૃત દબાણ બાબતે ચુકાદો આવ્યો છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે, શરૂઆતમાં અમદાવાદ સિવિલ કોર્ટમાંથી આ બાબત હાઈકોર્ટ પહોંચી હતી. હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટ મામલો પહોંચ્યો હતો, જે બાદ ફરી સુપ્રીમ કોર્ટે આ કેસ હાઇકોર્ટમાં સુનાવણી માટે પરત મોકલ્યો હતો. ત્યારબાદ હવે દૂધવાલા જમાતની તરફેણમાં આદેશ કરતા હાઇકોર્ટ વર્ષ 1978ના ચુકાદાને માન્ય રાખતા ન્યૂ કબાડી માર્કેટમાં થયેલ દબાણ દૂર કરવા માટે હુકમ કર્યો છે.
પ્રસ્તુત કેસમાં દૂધવાલા જમાત હસ્તકના પાંચ પીર કબ્રસ્તાનની કેટલીક જમીન વર્ષ 1965માં 99 વર્ષના ભાડાપટ્ટે બે વણિક બંધુઓને સોંપી હતી. જોકે આ બંને મળીને આ જમીન ન્યૂ કબાડી માર્કેટ કોર્પોરેશનને સોંપી દીધી હતી. ત્યારબાદ વર્ષ 1969માં ન્યૂ કબાડી માર્કેટ કોર્પોરેશન દ્વારા ભાડાપટ્ટે આપવામાં આવેલ જમીનમાં ગેરકાયદેસર રીતે દબાણ કર્યું હોવાના દાવા સાથે સિવિલ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જે અંગે વર્ષ 1978માં અમદાવાદ સિવિલ કોર્ટે જમાતની તરફેણમાં ચુકાદો આપતા દબાણ દૂર કરવા હુકમ કર્યો હતો.
હાઈકોર્ટે શાંતિપૂર્ણ રીતે આગામી ત્રણ મહિનામાં ન્યૂ કબાડી માર્કેટના અતિક્રમણ કરેલી જગ્યા ખાલી કરી લેવાની સાથે-સાથે વર્ષ 1978થી પ્રતિમાસ રૂ.3 હજારનું ભાડું ચૂકવવા માટે પણ હુકમ કર્યો છે. 40 વર્ષની કાયદાકીય લડત બાદ ત્રણ હજાર ચોરસમીટરનું કબાડી માર્કેટનું પાંચ પીર કબ્રસ્તાનની જગ્યામાં ગેરકાયદે અતિક્રમણ દૂર કરવા હાઇકોર્ટના નિર્દેશ આપ્યા છે.
0 Response to "અમદાવાદના બહેરામપુરાની પાંચ પીર કબ્રસ્તાનની 40 વર્ષે જીત, "
ટિપ્પણી પોસ્ટ કરો