ભારે રસાકસી બાદ GTએ 8 રનથી KKRને હરાવ્યું, ટાઈટન્સ પોઈન્ટ ટેબલમાં ફરીથી નંબર-1; રસેલની વિકેટ મેચનો ટર્નિંગ પોઈન્ટ
ભારે રસાકસી બાદ GTએ 8 રનથી KKRને હરાવ્યું, ટાઈટન્સ પોઈન્ટ ટેબલમાં ફરીથી નંબર-1; રસેલની વિકેટ મેચનો ટર્નિંગ પોઈન્ટ
IPL 2022ની 35મી મેચમાં ગુજરાત ટાઇટન્સે 8 રનથી કોલકાતા નાઇટ રાઇડર્સને હરાવ્યું છે. KKR સામે 157 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં ટીમ માત્ર 148/8 રન કરી શકતા મેચ હારી ગઈ છે. KKRની આ સતત ચોથી હાર છે.
ગુજરાતની 7 મેચમાં આ છઠ્ઠી જીત છે. આની સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં પણ 12 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને આવી ગઈ છે. ટીમ અત્યાર સુધી માત્ર એક જ મેચ હારી છે. તે જ સમયે, કોલકાતાની 8 મેચમાં આ 5મી હાર છે, જ્યારે KKR અત્યાર સુધી માત્ર 3 મેચ જીતી શકી છે.
મેચમાં 1 વિકેટ લેવાની સાથે જ રાશિદ ખાને IPLમાં 100 વિકેટ પૂરી કરી લીધી હતી. તેણે વેંકટેશ અય્યર (17)ને આઉટ કરીને આ સિદ્ધિ મેળવી હતી. રાશિદ IPLમાં વિકેટની સદી ફટકારનારો એકંદરે 16મો અને ચોથો વિદેશી ખેલાડી બન્યો છે. આની સાથે રાશિદ IPLમાં સૌથી ફાસ્ટ 100 વિકેટ લેનારો વિદેશી સ્પિનર પણ બની ગયો છે. તેણે આ રેકોર્ડ 83 ઇનિંગ્સમાં બનાવ્યો છે.
યશ દયાળે આ ઈનિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેવામાં 13મી ઓવરના ચોથા બોલ પર તેણે રસેલને આઉટ કર્યો હતો. કોલકાતાનો વિસ્ફોટક બેટર રસેલ પુલ કરવા જતા ફાઈન લેગ પર કેચઆઉટ થયો હતો. જોકે અમ્પાયરે નો બોલ હોવાની જાહેરાત કરતા ગુજરાતની ટીમ નિરાશ થઈ ગઈ હતી.
ગુજરાત માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો હાર્દિક પંડ્યા ફિટનેસની સમસ્યાને કારણે કોઈપણ મેચમાં નહીં રમે તો ટીમ કેવું પ્રદર્શન કરશે. ડેવિડ મિલર અને રાશિદ ખાને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે તોફાની બેટિંગ કરીને જવાબ આપ્યો. 184ના સ્ટ્રાઈક રેટથી 51 બોલમાં અણનમ 94 રન કરીને મિલરે સાબિત કર્યું કે ગુજરાતનો મિડલ ઓર્ડર ફક્ત હાર્દિક પર આધારિત નથી.
0 Response to "ભારે રસાકસી બાદ GTએ 8 રનથી KKRને હરાવ્યું, ટાઈટન્સ પોઈન્ટ ટેબલમાં ફરીથી નંબર-1; રસેલની વિકેટ મેચનો ટર્નિંગ પોઈન્ટ"
ટિપ્પણી પોસ્ટ કરો