-->
હાશ પરીક્ષા અંતે પૂરી થઈ - ઉમેદવારોએ કહ્યું, ‘પહેલું પગથિયું પાર થયું, હવે ભરતીમાં બીજી કોઈ અડચણ ન આવે તો સારું’

હાશ પરીક્ષા અંતે પૂરી થઈ - ઉમેદવારોએ કહ્યું, ‘પહેલું પગથિયું પાર થયું, હવે ભરતીમાં બીજી કોઈ અડચણ ન આવે તો સારું’

હાશ પરીક્ષા અંતે પૂરી થઈ - ઉમેદવારોએ કહ્યું, ‘પહેલું પગથિયું પાર થયું, હવે ભરતીમાં બીજી કોઈ અડચણ ન આવે તો સારું’



ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ચાર વાર મોકૂફ રખાયેલી બિન સચિવાલયની પરીક્ષા રવિવારે બપોરે કોઈ પણ વિવાદ વગર પૂરી થતાં વિપરિત મનોદશાના પરીક્ષાર્થી ઉમેદવારોએ હાશકારા સાથેની લાગણી વ્યક્ત કરી હતી. અમદાવાદના એક પરીક્ષા કેન્દ્ર પર 42 વર્ષની મહિલા ઉમેદવારે જણાવ્યું હતું કે હાલ ખાનગી સ્કૂલમાં નોકરી કરે છે પરંતુ તેટલા પગારથી ઘર ચાલતું નથી,મોંઘવારી અને સંતાનનું ભવિષ્ય બનાવવા આવી નોકરી જરૂરી છે. સરકારી નોકરી મેળવવાનું લક્ષ્ય રાખી તૈયારી કરનારા કેટલાક ઉમેદવારોએ તો હાલમાં પ્રાઇવેટ જોબ પણ શરૂ કરી દીધી હતી. એક ઉમેદવારે જણાવ્યું હતું કે, હવે આ પરીક્ષાનું અપેક્ષા મુજબનું પરિણામ આવે, એટલે અમારું મિશન પૂર્ણ થશે.

પ્રશ્નપત્ર રિવ્યુ: એકંદરે પેપર મધ્યમ રહ્યું, કટ ઓફ મેરિટ 110થી 120 માર્ક્સની આસપાસ રહી શકે છે

બિનસચિવાલય ક્લાર્કની ક્લાસ-3 કુલ 3900 પોસ્ટ પર ભરતી માટેની આ પરીક્ષામાં કુલ 200 માર્કસનું 200 પ્રશ્નોનું પાઠયપુસ્તક આધારિત પ્રશ્નપત્ર પુછાયું હતું. આ પ્રશ્નપત્ર એકંદરે મધ્યમ રહ્યું હતું, જેમાં એક પણ વિવાદાસ્પદ પ્રશ્ન પુછાયો હતો. તાજેતરમાં ગુજરાતમાં બનેલા વિવાદાસ્પદ બનાવો કે ઘટનાક્રમ અંગે કોઈ પણ પ્રશ્ન પુછાયો ન હતો. જોકે બંધારણને લગતા પ્રશ્નો પણ સરેરાશ પુછાયા હતા. તાજેતરમાં બનેલી ઇન્ટરનેશનલ બાબતોને લગતા બનાવો પર વિશેષ પ્રકાશ ફેંકાયો હતો.

મેરિટ ઊંચું નહીં કે નીચી પણ નહીં રહે. આશરે 200માર્ક્સમાંથી લાસ્ટ કટ ઓફ મેરિટ 110-120 માર્ક્સની આસપાસ રહેશે. ધોરણ 9થી 12માં ગુજરાતી, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી, અંગ્રેજી વ્યાકરણ, વિદ્યા, વિજ્ઞાન, ભારતીય બંધારણ કરન્ટ અફેર્સ પાઠ્યપુસ્તક આધારિત તૈયારી કરી હશે તેમના માટે ખૂબ જ ઉપયોગી પ્રશ્નપત્ર રહ્યું હતું.

અત્યાર સુધી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ તમામ પરીક્ષાઓ પૈકીનું આજનુ પ્રશ્નપત્ર વિષયયવાર ગુણભાર સચવાય તે મુજબનુ કાઢવામાં આવે છે. સૌથી મહત્વની બાબત એ હતી કે આ પ્રશ્નપત્ર પાઠયપુસ્તક આધારિત પૂછાયંુ હતું, તેથી સમજદારી પૂર્વક તૈયારી કરતા વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે મુજબનું કાઢવામાં આવ્યું હતું. આવા પ્રશ્નપત્રો કાઢવાથી ભવિષ્યમાં નોકરી કરનારા, સારા અભ્યાસુ, સરકારી કર્મચારીઓ, અધિકારીઓ મળે તેવી સંભાવના છે.




0 Response to "હાશ પરીક્ષા અંતે પૂરી થઈ - ઉમેદવારોએ કહ્યું, ‘પહેલું પગથિયું પાર થયું, હવે ભરતીમાં બીજી કોઈ અડચણ ન આવે તો સારું’"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel