ઈન્ડોનેશિયાએ પામતેલની નિકાસ બંધ કરી, ભારતની જરૂરી 50% તેલ આયાત હવે ક્યાંથી થશે?
ઈન્ડોનેશિયાએ પામતેલની નિકાસ બંધ કરી, ભારતની જરૂરી 50% તેલ આયાત હવે ક્યાંથી થશે? સનફ્લાવર તેલનો ભાવ સૌથી વધુ
આજથી ઇન્ડોનેશિયાએ ભારતમાં પામતેલની નિકાસ બંધ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. ભારત 50 ટકા પામતેલની આયાત ઇન્ડોનેશિયાથી કરે છે. ઇન્ડોનેશિયાની આયાત-નિકાસની પોલિસીની સીધી જ અસર ભારતના તેલબજાર પડશે અને ખાદ્યતેલની અછત વર્તાય એવાં એંધાણ જોવા મળ્યાં છે. એક તરફ દરેક તેલના ભાવ આ વર્ષે આસમાને પહોંચ્યા છે, ત્યારે બીજી તરફ, ઇન્ડોનેશિયાએ પામતેલની નિકાસ બંધ કરતાં મુશ્કેલી વધી શકે છે. આગામી દિવસોમાં પામતેલના ભાવ હજી વધી શકે છે. છેલ્લા આઠ દિવસમાં જ પામતેલમાં ડબે 50 રૂપિયાનો ભાવ વધ્યો છે. બીજી તરફ, સનફ્લાવરનો ભાવ ઓલ ટાઇમ હાઈ બન્યો છે. દિવસે ને દિવસે મોંઘાં થતાં ખાદ્યતેલને કારણે લોકોની આર્થિક કમર ભાંગી નાખી છે.
સિંગતેલ કરતાં સનફ્લાવરનો ભાવ વધુ
છેલ્લા આઠ દિવસની વાત કરીએ તો પામતેલનો ડબો 2550માં મળતો, એમાં 50 રૂપિયાનો ભાવ વધતાં હવે 2600થી વધુમાં મળે છે. 2750 રૂપિયામાં મળતા સિંગતેલના ડબામાં 50 રૂપિયાનો ભાવ વધતાં હવે 2800માં મળે છે. 2700માં મળતા કપાસિયા તેલના ડબામાં 50 રૂપિયાનો વધારો થતાં હવે 2750 રૂપિયામાં મળે છે. સૌથી વધુ સનફ્લાવરના તેલમાં તેજી આવી છે. એમાં 150 રૂપિયાનો ભાવ વધારો થતાં હાલ 2900 રૂપિયામાં એક ડબો મળી રહ્યો છે.,આથી સિંગતેલ કરતાં સનફ્લાવર તેલ મોંઘું બન્યું છે. સતત ભાવવધારાને કારણે લોકો માટે મોંઘવારીનો સામનો કરવો મુશ્કેલ બન્યો છે.
ભારત દર મહિને 3.5 લાખ ટન પામતેલ આયાત કરે છે
રાજકોટના ખાદ્યતેલના વેપારી ભાવેશ પોપટે જણાવ્યું હતું કે ખાદ્યતેલની અંદર 28 એપ્રિલથી ઇન્ડોનેશિયાની સરકારે પામતેલ અને એનાં ઉત્પાદનોની નિકાસબંધી જાહેર કરી છે. એને કારણે આપણા દેશમાં તેની સીધી અને મોટી અસર પડી શકે એવી શક્યતાઓ છે. આપણો દેશ જરૂરિયાત મુજબનું 65 ટકા ખાદ્યતેલ ઇન્ડોનેશિયાથી આયાત કરે છે, જેમાં પામતેલનો હિસ્સો ખૂબ મોટા પ્રમાણમાં છે. આપણી જરૂરિયાત મુજબ ભારત દર મહિને 3,50,000 ટન પામતેલ આયાત કરે છે. હવે નિકાસબંધીને કારણે આપણને ઇન્ડોનેશિયાનું પામતેલ મલતું બંધ થશે. એવાં પરિબળોને કારણે આપણી ખાદ્યતેલની ખાધ છે એ પૂરી કરવા માટે બીજા દેશો તરફ નજર દોડાવી પડે એવી શક્યતાઓ છે.

સ્થાનિક જરૂરિયાત પૂરી કરવા નિકાસબંધી કરી હોઈ શકે
ભાવેશ પોપટે વધુમાં જણાવ્યું હતું કે બીજા દેશોમાંથી આપણને પામતેલ મળી રહે તો ખાદ્યતેલના ભાવ ઘટી શકે તેમ છે. આ ઉપરાંત ખાદ્યતેલની થોડીઘણી અછત સર્જાય શકે છે. એવી વાત પણ સામે આવી છે કે ઇન્ડોનેશિયામાં પામતેલનો 50 લાખ મેટ્રિક ટન સ્ટોક છે. આ સ્ટોક એ લોકો માટે પૂરતો છે. રમઝાન મહિનો ચાલી રહ્યો છે અને હાલ પામતેલના ભાવ ઇન્ડોનેશિયામાં પણ ઘણાબધા વધ્યા છે. સ્થાનિક જરૂરિયાત પુરી કરવા માટે થોડાક દિવસ માટે નિકાસ બંધ કરી હોય એવું બની શકે. આગામી સમયમાં રમઝાન મહિનો પૂરો થાય ત્યારે પામતેલનું ઉત્પાદન શરૂ થઈ શકે છે. મે-જૂન મહિનામાં નવું ઉત્પાદન થતું હોય છે. એવા સંજોગોમાં પામતેલનું ઉત્પાદન ઇન્ડોનેશિયામાં વધશે અને ફરી નિકાસ શરૂ કરે એવી શક્યતા 100 ટકા દેખાઇ રહી છે.
.

0 Response to "ઈન્ડોનેશિયાએ પામતેલની નિકાસ બંધ કરી, ભારતની જરૂરી 50% તેલ આયાત હવે ક્યાંથી થશે?"
ટિપ્પણી પોસ્ટ કરો