અખાત્રીજ:અક્ષય તૃતીયાના દિવસે બની રહ્યો ખાસ યોગ, સ્નાન-દાન કરવાથી મળશે પુણ્ય
અખાત્રીજ:અક્ષય તૃતીયાના દિવસે બની રહ્યો ખાસ યોગ, સ્નાન-દાન કરવાથી મળશે પુણ્ય
3 મેના રોજ અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ મનાવવામાં આવશ. આ જ દિવસે પરશુરામ જ્યંતીની પણ ઉજવણી કરવામાં આવશે. આ તહેવાર શોભન, માતંગ અને લક્ષ્મી યોગમાં મનાવવામાં આવશે. આ વર્ષે અખાત્રીજનો તહેવાર મંગળવારના દિવસે આવશે. આ ખાસ દિવસે રોહિણી નક્ષત્રનો સંયોગ થવો શુભ માનવામાં આવશે. પૌરાણિક માન્યતા અનુસાર, અખાત્રીજની શરૂઆત સતયુગ અને ત્રેતા યુગથી થઇ હતી. આ દિવસે કરવામાં આવેલા જપ,તપ, જ્ઞાન, સ્નાન, હોમ અને હવન વગેરે અક્ષય રહે છે. આ કારણે આ દિવસને અક્ષય તૃતીયા પણ કહેવામાં આવે છે. અખાત્રીજના દિવસે ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. તેથી આ દિવસને પરશુરામ ત્રીજ પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુએ નર અને નારાયણના રૂપમાં અવતાર લીધો હતો.
પિતૃઓનું પ્રસન્નતાનું પર્વ
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રએ જણાવ્યું હતું કે, આ દિવસે જ બદ્રીનાથ ધામના દ્વાર ખુલે છે. અખાત્રીજના દિવસે પિતૃઓને ગંગાજળ સાથે તલનું દાન કરવાથી તેઓ અનંતકાળ માટે તૃપ્ત થાય છે. આ તિથિથી જ ગૌરી વ્રત શરૂ થાય છે. જે કરવાથી વ્યક્તિને શાશ્વત સૌભાગ્ય અને સમૃદ્ધિ મળે છે. અક્ષય તૃતીયા પર ગંગા સ્નાનનું પણ ઘણું મહત્વ છે. આ દિવસે ગંગામાં સ્નાન કરવાથી અથવા ઘરમાં જ પાણીમાં ગંગાના જળ મિક્સ કરીને સ્નાન કરવાથી બધા જ પ્રકારના પાપનો નષ્ટ થઇ જાય છે.
તીર્થ સ્નાન અને દાનનું છે મહત્વ
અખાત્રીજ ખાસ દિવસે તીર્થમાં સ્નાન કરવાની પરંપરા છે. ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે, અખાત્રીજના દિવસે કરવામાં આવેલું તીર્થ સ્નાન જાણતા-અજાણતા કરવામાં આવેલા બધા જ પાપમાંથી મુક્તિ અપાવે છે. જેને દિવ્ય સ્નાન પણ કહેવામાં આવે છે. બધા જ પ્રકારના દોષમાંથી મુક્તિ મળે છે. જે લોકો તીર્થ સ્નાન ના કરી શકે તે લોકો ઘરે જ પાણીમાં ગંગાજળમાં ઉમેરીને સ્નાન કરી શકે છે. આ કરવાથી પણ તીર્થસ્નાન જેટલું જ પુણ્ય મળે છે. આ બાદ અન્ન અને જળદાનનો સંકલ્પ લઈને જરૂરિયાતમંદ લોકોને દાન કરો. અન્ન અને જળદાન કરવાથી યજ્ઞ અને કઠિન તપસ્યા કર્યા જેટલું પુણ્ય મળે છે.
દાનથી મળે છે અક્ષય પુણ્ય
અક્ષય તૃતીયાના દિવસે ધર્મસ્થાન અથવા બ્રાહ્મણોને ઘડિયાળ, કળશ, પંખો, છત્રી, ચોખા, કઠોળ, ઘી, ખાંડ, ફળ, વસ્ત્ર, સત્તુ, કાકડી, શક્કરટેટી અને દક્ષિણાનું દાન કરવાથી અક્ષય પુણ્યનું ફળ મળે છે. અબૂજ મુહૂર્ત હોવાથી નવા મકાનના નિર્માણની શરૂઆત, ગૃહપ્રવેશ, ભગવાનની પ્રતિષ્ઠા જેવા શુભ કાર્યો માટે પણ આ દિવસ વિશેષ માનવામાં આવે છે.

0 Response to "અખાત્રીજ:અક્ષય તૃતીયાના દિવસે બની રહ્યો ખાસ યોગ, સ્નાન-દાન કરવાથી મળશે પુણ્ય"
ટિપ્પણી પોસ્ટ કરો