ગુજકેટની પેપરની પ્રોવિઝનલ આન્સર કી બોર્ડની વેબસાઈટ પર જાહેર
ગુજકેટની પેપરની પ્રોવિઝનલ આન્સર કી બોર્ડની વેબસાઈટ પર જાહેર
વિદ્યાર્થી ફોર્મ ભરીને 30 એપ્રિલ સુધી આન્સર કી અંગે રજુઆત કરી શકશે
ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવી છે. આ આન્સર કી અંગે રજુઆત હોય તો ફોર્મ ભરીને વિદ્યાર્થી 30 એપ્રિલ સુધી રજુઆત કરી શકશે. સમય મર્યાદા બાદ અને જરૂરી આધારો સિવાય મળેલ રજુઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ. આન્સર કી ફક્ત ઈમેલ મારફતે સ્વીકારવામાં આવશે. પ્રશ્નદીઠ નિયત થયેલ 500 રૂપિયા ચલણથી SBI બેંકમાં ભરવાની રહેશે. ચલણનો નમૂનો આ સાથે સામેલ કરી વેબસાઈટ ઉપર મુકવામાં આવ્યો છે. રજુઆત સાથે ફી ભરેલ ચલણની નકલ પણ ઈમેલ મારફતે અવશ્ય મોકલી આપવાની રહેશે. ફીના ચલણ સિવાય મળતી કોઈપણ રજુઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.
0 Response to "ગુજકેટની પેપરની પ્રોવિઝનલ આન્સર કી બોર્ડની વેબસાઈટ પર જાહેર"
ટિપ્પણી પોસ્ટ કરો