6-12 વર્ષના બાળકો માટે કોવેક્સિન અને 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને ઝાયકોવ-ડીને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી
6-12 વર્ષના બાળકો માટે કોવેક્સિન અને 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને ઝાયકોવ-ડીને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી
કોવેકસિન 12-14 વર્ષની વયના બાળકોને આપવામાં આવે છે. આ વર્ષે 3 જાન્યુઆરીથી 15-18 વર્ષના બાળકો માટે વેક્સિનેશન શરૂ થયું છે. તેમને કોવેકસિનનો ડોઝ આપવામાં આવી રહ્યો છે. જો કે, પાછળથી આ અભિયાનને 16 માર્ચથી લંબાવવામાં આવ્યું હતું, જેમાં 12-14 વર્ષના બાળકોનો સમાવેશ થતો હતો. તેમને Corbevax આપવામાં આવે છે. આ રીતે હવે દેશમાં 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને કોરોનાની બે વેક્સિન મળી રહી છે.
ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ DCGIએ ભારત બાયોટેકની કોવેક્સિનને 6 થી 12 વર્ષની વયના બાળકો માટે ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. આ ઉપરાંત 12 વર્ષથી વધુ વય જૂથના બાળકો માટે Zydus Cadila ની ઝાયકોવ-ડી વેક્સિનને પણ ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે.
ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)ની સબજેક્ટ એક્સપર્ટ કમિટી (SEC)ની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ભારત બાયોટેકની કોવેક્સિનને 2-12 વર્ષની વયના બાળકોને લાગાવવા માટે ડેટા માંગવામાં આવ્યો હતો.
દેશમાં કોરોના સામે યુદ્ધ ચાલી રહ્યું છે. માસ્કને લઈને વેક્સિનને લઈને સતત જાગરુત કરવામાં આવી રહ્યાં છે. આ વચ્ચે સમાચાર એજન્સી ANIના સૂત્રોના અહવેલાથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે જે અંતર્ગત ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ 6-12 વર્ષના બાળકોને કોવેક્સિનની મંજૂરી આપી દીધી છે. કોવેક્સિન હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે તૈયાર કરી છે.
કોરોનાની ચોથી લહેર અને બાળકોમાં વધતા સંક્રમણ વચ્ચે આને મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યું છે. કારણ કે હાલની પરિસ્થિતિમાં સૌથી વધુ મુશ્કેલી શાળાએ જતા નાના બાળકો પર છે. તમને જણાવી દઈએ કે આ પહેલા કેન્દ્ર સરકારે 16 માર્ચથી 12-14 વર્ષના બાળકોને કોર્બેવેક્સ વેક્સિનની મંજૂરી આપી હતી.
ભારતમાં વેક્સિનેશનની સ્થિતિ
26 એપ્રિલ 2022ના રોજ સવારે 7 વાગ્યા સુધીના સરકારી આંકડા દર્શાવે છે કે દેશમાં અત્યાર સુધીમાં 187 કરોડ 95 લાખ 76 હજાર 423 ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે, 12-14 વર્ષના બાળકોના કિસ્સામાં, પ્રથમ ડોઝની સંખ્યા 2 કરોડ 70 લાખ 96 હજાર 975 છે. જ્યારે 37 લાખ 27 હજાર 130 બીજો ડોઝ લગાવવામાં આવ્યા છે.
કોરોનાનો નવો XE વેરિયન્ટ
તમને જણાવી દઈએ કે કોરોનાની ગઈ લહેરોમાં બાળકોને વધુ ગંભીર અસરો થઈ નહતી, પરંતુ આ વખતે બાળકો આ નવા XE વેરિયન્ટની ઝપેટ આવી રહ્યા છે. ખાસ કરીને શાળા ખુલ્યા બાદ આ કેસોમાં વધારો થવાની વધુ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે છેલ્લા ત્રણ સપ્તાહમાં બાળકોમાં ફ્લૂ જેવા લક્ષણોમાં વધારો થતો જોવા મળે છે.
બાળકોને કોરોનાથી કેવી રીતે બચાવશો
કોરોનાથી બચવા માટે, બાળકોમાં સ્વચ્છતાનું સંપૂર્ણ ધ્યાન રાખો. નિયમિતપણે સાબુ અને પાણીથી હાથ ધોવાની આદત કેળવો. બાળકોને વધુ બહાર ન કાઢો અને ચેપગ્રસ્ત વ્યક્તિની નજીક બિલકુલ ન જવા દો. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે યોગ્ય આહારનું ધ્યાન રાખો. જો બાળક વેક્સિન લેવાને લાયક હોય, તો શક્ય તેટલી વહેલી તકે વેક્સિન મુકાવો.

0 Response to "6-12 વર્ષના બાળકો માટે કોવેક્સિન અને 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને ઝાયકોવ-ડીને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી"
ટિપ્પણી પોસ્ટ કરો