ધો.૧૨ સાયન્સની બોર્ડ પરીક્ષામાં કેમિસ્ટ્રીમાં એક માર્કનું ગ્રેસિંગ
ધો.૧૨ સાયન્સની બોર્ડ પરીક્ષામાં કેમિસ્ટ્રીમાં એક માર્કનું ગ્રેસિંગ
બોર્ડ દ્વારા ચારેય વિષયની આન્સર કી જાહેર
ફિઝિક્સ,કેમિસ્ટ્રી,મેથ્સ,બાયોલોજી સહિત ચાર વિષયમાં એક-એક પ્રશ્નમાં બે વિકલ્પો સાચા
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે ૧૨ સાયન્સની બોર્ડ પરીક્ષાની મુખ્ય ચારેય વિષયોની એમસીક્યુ પ્રશ્નોની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરાઈ છે.જે મુજબ કેમિસ્ટ્રીમાં ત્રણેય માધ્યમના પેપરોમાં એક ગુણ પ્રદાન આપવામા આવશે.
આ વર્ષે પણ ૧૨ સાયન્સની પરીક્ષામાં ૫૦ ટકા એમસીક્યુ પ્રશ્નો હતા ત્યારે બોર્ડ દ્વારા આજે ફિઝિક્સ,કેમિસ્ટ્રી, બાયોલોજી અને મેથ્સ સહિતના મુખ્ય ચારેય વિષયોના ૫૦ ટકા એમસીક્યુ પ્રશ્નોની આન્સર કી જાહેર કરવામા આવી છે.જેમાં ગણિતમાં ત્રણેય માધ્યમમાં એક પ્રશ્નમાં બે વિકલ્પ સાચા ગણવામા આવ્યા છે, કેમિસ્ટ્રીમાં ગુજરાતી અને હિન્દી માધ્યમમાં તેમજ અંગ્રેજી માધ્યમમાં એક પ્રશ્ન તેના જવાબો સાથે મેળ ખાતો ન હોવાથી નિષ્ણાંતોના અભિપ્રાયના આધારે એક ગુણ તમામ વિદ્યાર્થીઓને સમાન પણે પ્રદાન કરવામા આવશે.
જ્યારે કેમિસ્ટ્રીના અંગ્રેજી માધ્યમના પેપરમાં એક પ્રશ્નમાં બે વિકલ્પ સાચા ગણાશે. ઉપરાંત ફિઝિક્યમાં ત્રણેય માધ્યમમાં એક પ્રશ્નમાં બે વિકલ્પ સાચા છે અને બાયોલોજીમાં અંગ્રેજી માધ્યમમાં એક પ્રશ્નમાં ત્રણ વિકલ્પ સાચા ગણાશે.આ પ્રોવિઝનલ આન્સર કીમાં જો કોઈ વાંધા રજૂઆત હોય તો બોર્ડને ઓનલાઈન નિયત નમૂનામાં મોકલવાની રહેશે અને જે ૨૮મી સુધી મોકલી શકાશે. પ્રશ્ન દીઠ ૫૦૦ રૃપિયા ફી વાંધા રજૂઆત સાથે ભરવાની રહેશે.પ્રશ્નની રજૂઆત સાચી ઠરશે તો ઉમેદવારને ૫૦૦ રૃપિયા ફી પરત કરી દેવાશે.
0 Response to "ધો.૧૨ સાયન્સની બોર્ડ પરીક્ષામાં કેમિસ્ટ્રીમાં એક માર્કનું ગ્રેસિંગ"
ટિપ્પણી પોસ્ટ કરો