-->
વડોદરામાં 160 સિટી બસનું લાઇવ લોકેશન એપ પર મુસાફરો જોઇ શકશે, 84 સિટી બસ સ્ટોપ પર કેટલીવારમાં બસ આવશે તે ડેસ્પ્લેમાં દર્શાવશે

વડોદરામાં 160 સિટી બસનું લાઇવ લોકેશન એપ પર મુસાફરો જોઇ શકશે, 84 સિટી બસ સ્ટોપ પર કેટલીવારમાં બસ આવશે તે ડેસ્પ્લેમાં દર્શાવશે

 

વડોદરામાં 160 સિટી બસનું લાઇવ લોકેશન એપ પર મુસાફરો જોઇ શકશે, 84 સિટી બસ સ્ટોપ પર કેટલીવારમાં બસ આવશે તે ડેસ્પ્લેમાં દર્શાવશે




વડોદરા શહેરના 84 સિટી બસ સ્ટોપ પર બસ કેટલા સમયમાં આવશે તે દર્શાવતા ડિસ્પ્લે બોર્ડ તેમજ મોબાઇલ એપમાં પણ સિટી બસનું લાઇવ લોકેશન જોવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેથી શહેરીજનોને મોટી રાહત થશે.

મુસાફરોને બસ કેટલા વાગે આવશે તેની જાણ થશે

વડોદરા શહેરમાં મહાનગર પાલિકા દ્વારા અપાવામાં આવેલા કેન્ટ્રાક્ટ હેઠળ વિનાયક લોજીસ્ટિક દ્વારા સિટી બસ સેવા સંચાલિત કરવામાં આવે છે. આ સુવિધા લોકો માટે વધુ સારી રીતે ઉપયોગી બની શકે તે માટે સિટી બસમાં GPS લગાવવામાં આવ્યા છે. સાથે જ શહેરના 85 સિટી બસ સ્ટોપ પર બસ કેટલા સમયમાં આવશે તે દર્શાવતા ડિસ્પ્લે મુકવામાં આવ્યા છે. જેથી હવે આ બસ સ્ટોપ પર આવતા મુસાફરોને તેના રૂટની બસ કેટલા સમયમાં આવશે તેની જાણ થશે.

એપ દ્વારા લાઇવ લોકેશન મળશે

જો કોઇ મુસાફર તેમના ઘરે હોય અને બહાર જવા માટે પ્લાનિંગ કરતા હોય તો તેમના નજીકના સિટી બસ સ્ટેશને તેમના રૂટની કેટલા સમયમાં બસ આવશે તે Vadodara smart city bus એપ્લિકેશન દ્વારા જાણી શકાશે. જેથી હવે વડોદરાના શહેરીજનો ઘરેથી જ મુસાફરીનું પ્લાનિંગ કરી શકશે અને તેમને બસની વધુ સમય રાહ જોવાની જરૂર નહીં પડે. બસમાં મુસાફરી દરમિયાન પણ પેસેન્જર એપ દ્વારા જાણી શકશે કે હવે આગામી બસ સ્ટોપ કયું આવશે. Vadodara smart city bus એપ્લિકેશન એન્ડ્રોઇડ અને ios પર ઉપલબ્ધ છે.

મુસાફરો માટે શરૂ કરવામાં આવેલા GPS અને લોકેશનની સુવિધા બરોબર કામ કરે છે કે નહીં તે માટે આજે બપોરે વડોદરાના મેયર કેયુર રોકડિયા અને મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલે સિટી બસની મુસાફરી કરી હતી. મેયર અને મ્યુનિસિપલ કમિશનર ખંડેરાવ માર્કેટથી માંજલપુર સુધી સિટી બસમાં ગયા હતા અને ત્યાંથી પરત ખંડેરાવ માર્કેટ આવ્યા હતા. આ દરમિયાન ડિસ્પ્લેમાં બતાવવામાં આવતા સમયે બસ આવે છે કે નહીં અને મુસાફરોને કેવી સુવિધાઓ આપી શકાય તે અંગે પણ તેમણે લોકોના અભિપ્રાય લીધા હતા.

150 સિટી બસમાં GPS સિસ્ટમ મુકાઇ

વડોદરાના મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે, શહેરની 150 સિટી બસમાં GPS સિસ્ટમ મુકાઇ છે. તેમજ 87 બસ સ્ટેશન પર ડિસ્પ્લે દ્વારા ક્યા રૂટની બસે ક્યારે આવશે તેની માહિતી અપાશે. જેથી મુસાફરોને ઘણી સુવિધા રહેશે.



0 Response to "વડોદરામાં 160 સિટી બસનું લાઇવ લોકેશન એપ પર મુસાફરો જોઇ શકશે, 84 સિટી બસ સ્ટોપ પર કેટલીવારમાં બસ આવશે તે ડેસ્પ્લેમાં દર્શાવશે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel