-->
પોલીસે સ્પાના સંચાલકની ધરપકડ કરી 6 યુવતીઓને મુક્ત કરાવી

પોલીસે સ્પાના સંચાલકની ધરપકડ કરી 6 યુવતીઓને મુક્ત કરાવી

 

ભરૂચમાં સ્પામાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ પોલીસે સ્પાના સંચાલકની ધરપકડ કરી 6 યુવતીઓને મુક્ત કરાવી






ભરૂચ એ ડિવિઝન પોલીસે દહેજ બાયપાસ રોડ ઉપર અભ્યુદય આર્કેડમાં બિગ બોસ સ્પાના ઓથા હેઠળ ચાલતા દેહ વેપલાનો પર્દાફાશ કર્યો છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. એ.કે.ભરવાડને શ્રવણ ચોકડી નજીક આવેલા બિગ બોસ સ્પામાં દેહ વિક્રયનો વેપલો ચાલતો હોવાની માહિતી મળી હતી. જેમાં પોલીસે વેપલાને ઉજાગર કરવા એક ડમી ગ્રાહક ઉભો કરી કુટણખાનાનો પર્દાફાશ કર્યો હતો.



દહેજ બાયપાસ રોડ ઉપર અભ્યુદય આર્કેડમાં બિગ બોસ સ્પામાં કુટણખાનું ચાલે છે તેવી ભરૂચ એ ડિવિઝન પોલીસને માહિતી મળી હતી. જેથી પોલીસે કુટણખાનાનો પર્દાફાશ કરાવવા માટે એક ડમી ગ્રાહક ઉભો કર્યો હતો. પોલીસે મોકલેલો અપરિચિત વ્યક્તિ ગ્રાહક બનીને ગયો હતો. જેમાં બિગ બોસ સ્પામાં ચાલતા દેહ વેપારનો ઘટસ્ફોટ થતા પોલીસે તુરંત અંદર રેડ કરી હતી. આ દરોડામાં 6 યુવતીઓ મળી આવી હતી.


0 Response to "પોલીસે સ્પાના સંચાલકની ધરપકડ કરી 6 યુવતીઓને મુક્ત કરાવી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel