બ્રિટિશ વડાપ્રધાને અક્ષરધામ મંદિરે દર્શન-નિલકંઠવર્ણીને અભિષેક કર્યા, મણિનગર ગાદીનું સ્વામીબાપા પાઈપબેન્ડ નિહાળ્યું
બ્રિટિશ વડાપ્રધાને અક્ષરધામ મંદિરે દર્શન-નિલકંઠવર્ણીને અભિષેક કર્યા, મણિનગર ગાદીનું સ્વામીબાપા પાઈપબેન્ડ નિહાળ્યું
ત્યારબાદ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ ભગવાન સ્વામિનારાયણ (સન ૧૯૮૧થી ૧૮૩૦), અવતારો, દેવો અને ભારતના મહાન ઋષિઓની સ્મૃતિમાં 23 એકરની વિશાળ ભૂમિ પર રચાયેલા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સંકુલ 'સ્વામિનારાયણ અક્ષરધામ'નો પરિચય આપ્યો હતો. પ્રાચીન ભારતીય પરંપરાગત સ્થાપત્ય શૈલીમાં રચાયેલ ‘સ્વામિનારાયણ અક્ષરધામ’ શ્રદ્ધા, જ્ઞાન અને સંવાદિતા વગેરે હિંદુ આધ્યાત્મિક મૂલ્યોના સંદેશાઓ પ્રસારિત કરે છે. મંદિરના દર્શન કરીને ભાવવિભોર થઇ વડાપ્રધાન બોલી ઉઠ્યા હતા કે, ‘આ મંદિર તમામ મંદિરોની જનની છે. વિશ્વભરમાં રચાયેલા તમારા અદ્ભૂત મંદિરોનું ઉદ્ભવ સ્થાન છે.’ માનનીય વડાપ્રધાનએ અક્ષરધામ સંકુલના મુખ્ય મંદિર તરફ પ્રયાણ કર્યું ત્યારે માર્ગમાં ભારતીય પરંપરાગત વસ્ત્ર પરિધાનમાં સજ્જ બાળકોએ ભારતીય અને બ્રિટિશ રાષ્ટ્રધ્વજને લહેરાવીને પરંપરાગત નૃત્ય દ્વારા તેમજ ભારતીય અને બ્રિટિશ રાષ્ટ્રધ્વજ લહેરાવીને તેઓનું સ્વાગત કર્યું હતું.
અક્ષરધામના પ્રદર્શન ખંડો દ્વારા પ્રસરતા શાંતિ, વૈશ્વિક સંવાદિતા, સમાજ ઉત્કર્ષ અને મૂલ્યનિષ્ઠ જીવનના સંદેશાઓની પ્રશંસા કરતાં કરતાં બ્રિટિશ વડાપ્રધાન અભિષેક ખંડમાં આવી પહોંચ્યા હતા. અહીં તેઓએ ભગવાન સ્વામિનારાયણની તપોમય કિશોર મૂર્તિ નીલકંઠ વર્ણી પર પવિત્ર જળનો અભિષેક કરી વિશ્વ શાંતિ અને સંવાદિતા માટે પ્રાર્થના કરી હતી.મંદિર મુલાકાતના અનુભવનું વર્ણન કરતા બ્રિટિશ વડાપ્રધાનએ જણાવ્યું હતું કે, ‘બીએપીએસ મંદિરની પ્રત્યેક મુલાકાત મને મારા ઉર્ધ્વગમન થયાનો તેમજ પ્રગાઢ આધ્યાત્મિકતાનો અનુભવ કરાવે છે. આપના નિઃસ્વાર્થ કાર્યો, મૂલ્યો અને સૌજન્ય વિશ્વ સમસ્તના વિકાસમાં અદ્ભૂત પ્રદાન કરી રહ્યા છે.’



0 Response to "બ્રિટિશ વડાપ્રધાને અક્ષરધામ મંદિરે દર્શન-નિલકંઠવર્ણીને અભિષેક કર્યા, મણિનગર ગાદીનું સ્વામીબાપા પાઈપબેન્ડ નિહાળ્યું"
ટિપ્પણી પોસ્ટ કરો