સુરતની નર્મદ યુનિવર્સિટીના પેપર ખુલવા મુદ્દે ફેક્ટ કમિટીએ તપાસ આદરી,
સુરતની નર્મદ યુનિવર્સિટીના પેપર ખુલવા મુદ્દે ફેક્ટ કમિટીએ તપાસ આદરી, વાડિયા વીમેન્સના સુપ્રિટેન્ડન્ટ સહિત સ્ટાફના નિવેદન લેવાયા
ફેક્ટ કમિટી દ્વારા કોલેજ પાસેથી સીસીટીવી ફૂટેજ પણ મંગાવવામાં આવ્યા છે. જેથી કરીને પેપર કેવી રીતે ખુલ્યું હતું. તે અંગેની ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં મદદરૂપ થઈ શકે. ફેક્ટ કમિટીએ કોલેજને ઝડપથી તમામ પૂરાવા આપવા માટેની સુચના આપી દીધી છે. ફેક્ટ કમિટીમાં કુલ 14 સભ્યો છે. 23મી એપ્રિલના રોજ ફરીથી તપાસ સમિતિની બેઠક મળશે. જેમાં વધુ આઠ જેટલા વ્યક્તિઓના નિવેદન લેવામાં આવનાર છે. આ તમામ રિપોર્ટ અને સીલ બંધ કરવામાં આવશે. ત્યારબાદ કુલપતિને સોંપવામાં આવશે.
યુનિવર્સિટીના સેનેટ સભ્ય ભાવેશ રબારીએ જણાવ્યું કે, ફેક્ટ કમિટી દ્વારા આજે કોલેજના પરીક્ષા સુપ્રિટેન્ડન્ટ સહિત કેટલાક કર્મચારીઓના પેપર લીક પ્રકરણમાં નિવેદનો લેવામાં આવ્યા છે. આ મુદ્દાને લઈને મેં પોતે રજૂઆત કરી છે કે, પેપર ફૂટી ગયું હતું. 19 તારીખે જ કોમર્સનું પેપર વિદ્યાર્થીઓને આપી દેવામાં આવ્યું હતું. એનું એ જ પેપર 20 તારીખે પણ આપવામાં આવ્યું છે. તપાસ સમિતિએ આજે તમામ આ પ્રકરણ સાથે જોડાયેલા વ્યક્તિઓના નિવેદનો લેવામાં આવ્યા છે. પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે, અમને ફેક્ટ કમિટીએ સાંભળવા બોલાવ્યા નથી. અમને સાંભળ્યા વગર નિર્ણય કેવી રીતે લેવા શકે. આ મુદ્દો અમે જ ઉઠાવ્યો છે. અમને રિપોર્ટમાં જરા પણ શંકા જણાશે તો અમે આ અંગે કુલપતિને ઉગ્ર રજૂઆત કરીશું.
0 Response to "સુરતની નર્મદ યુનિવર્સિટીના પેપર ખુલવા મુદ્દે ફેક્ટ કમિટીએ તપાસ આદરી, "
ટિપ્પણી પોસ્ટ કરો