-->
ધો.7નું રદ કરાયેલું વિજ્ઞાન-સામાજિક વિજ્ઞાનનું પેપર 29-30 એપ્રિલ લેવાશે,

ધો.7નું રદ કરાયેલું વિજ્ઞાન-સામાજિક વિજ્ઞાનનું પેપર 29-30 એપ્રિલ લેવાશે,

 

ધો.7નું રદ કરાયેલું વિજ્ઞાન-સામાજિક વિજ્ઞાનનું પેપર 29-30 એપ્રિલ લેવાશે, ચોરીના ડરથી શિક્ષકોને ઘરે પ્રશ્નપત્ર રાખવા સૂચના


ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાની નેસવડ પ્રાથમિક શાળામાંથી વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રની ચોરી થવાની ઘટના સામે આવી હતી. પ્રશ્નપત્રની ચોરી થતાં 22 અને 23 એપ્રિલે યોજાનારી ધોરણ-7ની પરીક્ષા રદ કરવામાં આવી છે અને 25 થી 28 એપ્રિલ દરમિયાન યોજાનાર પરીક્ષા તે દિવસે જ યોજાશે. જ્યારે 22 અને 23 એપ્રિલે યોજાનાર પરીક્ષા હવે 29 અને 30મી એપ્રિલના રોજ યોજાશે.

શિક્ષકોને પ્રશ્નપત્રો ઘરે રાખવા સૂચના
પ્રાથમિક શિક્ષક નિયામક દ્વારા પરિપત્ર કરીને તમામ જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીને જાણ કરવામાં આવી છે. ધોરણ-7ની 22 અને 23 તારીખે યોજાનારી વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની પરીક્ષા 29 અને 30 એપ્રિલે યોજાશે. ઉપરાંત 25 થી 28 એપ્રિલે યોજાનારી પરીક્ષા નવા પ્રશ્નપત્રો સાથે યોજાશે. બીજી તરફ પેપર ચોરીની ઘટના બાદ તમામ શિક્ષકોને સૂચના આપવાની રહેશે કે તેઓ પાસે જે સીલબંધ પ્રશ્નપત્રો છે તેને સ્કૂલમાં રાખવાને બદલે પોતાના ઘરે રાખે અને જે દિવસે પરીક્ષા હોય તે દિવસે પ્રશ્નપત્રો સ્કૂલે લઈને જાય.

0 Response to "ધો.7નું રદ કરાયેલું વિજ્ઞાન-સામાજિક વિજ્ઞાનનું પેપર 29-30 એપ્રિલ લેવાશે, "

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel