-->
ગુજરાત સરકારના પેન્શનરો માટે પાંચ ઝોનમાં આગામી 4 જૂનના રોજ પેન્શન અદાલત યોજાશે

ગુજરાત સરકારના પેન્શનરો માટે પાંચ ઝોનમાં આગામી 4 જૂનના રોજ પેન્શન અદાલત યોજાશે

 

ગુજરાત સરકારના પેન્શનરો માટે પાંચ ઝોનમાં આગામી 4 જૂનના રોજ પેન્શન અદાલત યોજાશે


ગુજરાત સરકારના પેન્શનરો માટે નાણા વિભાગ, ગાંધીનગર દ્રારા વિવિધ પાંચ ઝોનમાં તા.4 જૂન 2022 શનિવારના રોજ બપોરના 12 કલાકથી સાંજનાં 5 કલાક સુધી પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવનાર છે.

પેન્શન અદાલત યોજાશે
રાજકોટ ઝોનમાં આવેલા દેવભૂમિ દ્રારકા,પોરબંદર, જુનાગઢ, ગીર-સોમનાથ, જામનગર, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના પેન્શનરો માટે એ.વી.પારેખ ટેકનિકલ ઇન્સ્ટિટ્યુટ,કોમ્પ્યુટર ડીપાર્ટમેન્ટ સેમીનાર હોલ, હેમુ ગઢવી હોલની સામે, ટાગોર રોડ, રાજકોટ ગાંધીનગર ઝોનમાં આવેલા અમદાવાદ, ગાંધીનગર, મેહસાણા,ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને સાબરકાંઠા જિલ્લાના પેન્શનરો માટે કોમર્સ કોલેજ, ઓડીટોરીયમ, સેક્ટર-15, ગાંધીનગર તેમજ બનાસકાંઠા ઝોનમાં આવેલા કચ્છ,બનાસકાંઠા અને પાટણ જિલ્લાના પેન્શનરો માટે કનુભાઈ મહેતા હોલ,વિદ્યામંદિર સ્કુલ સંકુલ,પોલીસ હેડક્વાર્ટર રોડ, પાલનપુર ખાતે પેન્શન અદાલત યોજાશે .

ઝોન પ્રમાણે કામગીરી
જ્યારે સુરત ઝોનમાં આવેલા સુરત,વલસાડ,નવસારી, ડાંગ-આહવા, તાપી, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના પેન્શનરો માટે ડીપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ. પહેલો માળ,વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત તથા ભાવનગર ઝોનમાં આવેલા ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના પેન્શનરો માટે જુનો કોર્ટ હોલ, સરદાર વલ્લભાઇ પટેલ કેમ્પસ, મહારાજા કૃષણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ગૌરીશંકર લેક રોડ, ભાવનગર-ખાતે પેન્શન અદાલતોનું આયોજન કરવામાં આવશે.

0 Response to "ગુજરાત સરકારના પેન્શનરો માટે પાંચ ઝોનમાં આગામી 4 જૂનના રોજ પેન્શન અદાલત યોજાશે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel