-->
સાંગલીમાં બુલડોઝર દ્વારા ચોર ATM મશીન ઉઠાવીને લઈ ગયા, મશીનના ત્રણ ટુકડા કરી કેશ બોક્સની ચોરી

સાંગલીમાં બુલડોઝર દ્વારા ચોર ATM મશીન ઉઠાવીને લઈ ગયા, મશીનના ત્રણ ટુકડા કરી કેશ બોક્સની ચોરી

 

સાંગલીમાં બુલડોઝર દ્વારા ચોર ATM મશીન ઉઠાવીને લઈ ગયા, મશીનના ત્રણ ટુકડા કરી કેશ બોક્સની ચોરી




દેશમાં અનેક રાજ્યોમાં જે બુલડોઝરનો ઉપયોગ ગુનેગારોની સામે કાર્યવાહી કરવા માટે કરવામાં આવી રહ્યો છે, એ જ બુલડોઝર દ્વારા ચોર એક આખું ATM જ ઉઠાવીને લઈ ગયા. ઘટના મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના મિરાજ તાલુકાની છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં આગ્રા ચોક ખાતે એક્સિસ બેંકનું ATM નો દરવાજો બુલડોઝર વડે તોડીને ATMને તોડી નાખતા જોઈ શકાય છે.

તપાસમાં સામે આવ્યું છે કે ચોરોએ પહેલા એક જેસીબીની પેટ્રેલ પંપ પરથી ચોરી કરી હતી અને બાદમાં તેના વડે જ ATMને ઉખેડ્યું હતું. તેમણે આખા ATMનો કચ્ચરઘાણ કરી દીધું હતું. મળતી માહિતી મુજબ, ઘટનાના સમયે ATMમાં 27 લાખ રૂપિયા હતા. જો કે સાંગલી પોલીસને ઘટનાના સ્થળથી થોડે જ દુર કેશ બોક્સ મળી આવ્યું હતુ. ચોરોએ તેને તેડવાના પ્રયાસ કર્યો હતા, પણ રોકડ કાઢવામાં સફળ થયા નહતા.

બુલડોઝરથી ATM ચોરીની પ્રથમ ઘટના

ચોરીનું આ વિચિત્ર કૃત્ય જોઈ પોલીસના પણ હોશ ઉડી ગયા હતા. દેશમાં બુલડોઝરની મદદથી એટીએમ ચોરીનો આ પહેલો કિસ્સો છે. સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે એક માણસ એટીએમ બૂથની અંદર જાય છે. પછી તે બહાર જતો રહે છે. આ પછી, અચાનક જેસીબી સીધા એટીએમ બૂથમાં ઘુસતા જોવા મળે છે. આ ઘટનાના ઘણાં કલાકો બાદ પોલીસને આ અંગેની માહિતી મળી હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી.

એટીએમની બહાર કોઈ ગાર્ડ નહોતો

ખાસ વાત એ છે કે એટીએમ સેન્ટરની બહાર ન તો સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા અને ન તો કોઈ ગાર્ડ હતો. સવારે રોકડ પણ જમા કરાઈ હતી. આમ એવું માનવામાં આવે છે કે આમાં કોઈ એવા વ્યક્તિનો હાથ છે જેને પૈસા ભરવાની જાણકારી હતી. ATM ઉપાડ્યા બાદ આરોપીઓએ બુલડોઝર વડે તેને ત્રણ ભાગમાં તોડી નાખ્યું હતુ અને પછી તેમાં રહેલું કેશ બોક્સ ઉઠાવી ગયા હતા. પોલીસે સવારે લક્ષ્મી રોડ પરથી મશીન રીકવર કર્યું હતું.

0 Response to "સાંગલીમાં બુલડોઝર દ્વારા ચોર ATM મશીન ઉઠાવીને લઈ ગયા, મશીનના ત્રણ ટુકડા કરી કેશ બોક્સની ચોરી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel