પાણીકાપ:રાજકોટમાં ભરઉનાળે કાલથી ત્રણ દીવસ સુધી અડધા રાજકોટને પાણી નહીં મળે,
રાજકોટમાં ભરઉનાળે કાલથી ત્રણ દીવસ સુધી અડધા રાજકોટને પાણી નહીં મળે, બળબળતાં તાપમાં લોકોમાં દેકારો
આ વિસ્તારોમાં ગુરૂવારે પાણી વિતરણ નહીં થાય
મહાપાલિકાએ જાહેર કર્યા પ્રમાણે આવતીકાલે બજરંગવાડી હેડવર્કસ હેઠળ આવતાં વોર્ડ નં.2 (પાર્ટ), વોર્ડ નં.3 (પાર્ટ)માં પાણીકાપ રહેશે. જ્યારે રૈયાધાર આધારીત ગાંધીગ્રામ અને 150 ફૂટ રિંગરોડ હેડ વર્કર્સ હેઠળ આવતાં વોર્ડ નં.1, 2 (પાર્ટ), 9 (પાર્ટ) અને 10 તેમજ રેલનગર હેડવર્કર્સમાં આવતાં વોર્ડ નં.3 (પાર્ટ), ચંદ્રેશનગર હેડવર્કર્સ હેઠળ આવતાં વોર્ડ નં.8 (પાર્ટઈ 11 (પાર્ટ) અને 13 (પાર્ટ)માં ગુરૂવારે પાણી વિતરણ કરવામાં આવશે નહીં.
શુક્રવારે અહીંયા પાણીકાપ ઝીંકાશે
જ્યારે તા.29 એપ્રિલને શુક્રવારે બજરંગવાડી વોર્ડ નં.2 (પાર્ટ), 3 (પાર્ટ) તેમજ મવડી વોર્ડ નં.8 (પાર્ટ), 11 (પાર્ટ), 12 (પાર્ટ), 13 (પાર્ટ)માં પાણી વિતરણ પ્રભાવિત થનાર હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. તેમાં વોર્ડ નં.1માં રામેશ્વર પાર્ક (પાર્ટ-2), વિદ્યુનગર જજ બંગલો, આલાપ ગ્રીન સિટી, ગોવિંદનગર, ગોપાલનગર, ધરમનગર આવાસ યોજના, રવિ રેસિડેન્સી, ઋષિ વાટિકા, શાસ્ત્રીનગર સહિતના વિસ્તારો ઉપરાંત વોર્ડ નં.2માં રંગ ઉપવન સોસાયટી, છોટુનગર મફતિયાપરા, વોર્ડ નં.9માં મીરાનગર, શ્રીજી પાર્ક, સરસ્વતી પાર્ક, અંજની પાર્ક, હિરામણીનગર, વિતરાગ સોસાયટી, નેમીનાથ સોસાયટી, દીપક સોસાયટી સહિતના અનેક વિસ્તારો સમાવિષ્ટ છે.
વોર્ડ નં.10, વોર્ડ નં.11 અને વોર્ડ નં.2ને પાણી નહીં મળે
જ્યારે વોર્ડ નં.10માં જ્ઞાનજીવન સોસાયટી, જીવનનગર, અમી પાર્ક, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, આફ્રિકા કોલોની, નવીનનગર, પારસ સોસાયટી, તિરૂપતિનગર, રાવલનગર, જલારામ પ્લોટ-1 વોર્ડ નં.8માં નંદ કિશોર સોસાયટી, રાધાનગર, પટેલ પાર્ક, પૂર્ણિમા સોસાયટી, જયશક્તિ સોસાયટી, દાસીજીવણપરા, કરણ પાર્ક, વિદ્યુતનગર, ભક્તિધામ, દેવનગર, મેઘમાયાનગર, વોર્ડ નં.11માં માયાણીનગર પાર્ટ, વિશ્વનગર આવાસ યોજના, સિલ્વર હાઈટસ એપાર્ટમેન્ટ, વીરલ સોસાયટી, નહેરુનગર સોસાયટી, પટેલ પાર્ક, સરદારનગર, ચામુંડાનગર, અલ્કા સોસાયટી, વોર્ડ નં.2માં ગાયત્રીધામ સોસાયટી, મોચીનગર-1,2, અવંતીકા પાર્ક, શિવાનંદ પાર્ક, પૂજા પાર્ક, પુનીતનગર, બજરંગવાડી, રાજીવનગર, સંજયનગર, મોમીન સોસાયટી, વસુધા સોસાયટી સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.
0 Response to "પાણીકાપ:રાજકોટમાં ભરઉનાળે કાલથી ત્રણ દીવસ સુધી અડધા રાજકોટને પાણી નહીં મળે,"
ટિપ્પણી પોસ્ટ કરો