-->
વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ : શનિવાર, અમાસ સૂર્યગ્રહણનો સંયોગ

વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ : શનિવાર, અમાસ સૂર્યગ્રહણનો સંયોગ

 

વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ : શનિવાર, અમાસ અને સૂર્યગ્રહણનો સંયોગ, પિતૃની સદગતિ માટે આ પાઠ કરવો



તા. ૩૦/૦૪/૨૦૨૨ શનિવાર, ચૈત્ર વદ ૩૦, શનિવારી અમાસ. સૂર્ય ગ્રહણ ( ભારતમાં દેખાશે નહીં )ગ્રહણને સિદ્ધયોગ તરીકે પણ ઓળખવામાં આવે છે, વિદ્વાનો આ દિવસે મંત્ર સિદ્ધિ કે અન્ય સિદ્ધ કાર્ય કરવા માટે આ દિવસને ખાસ પસંદ કરવામાં આવે છે, વિદ્વાનો ના મત મુજબ આ દિવસે કરેલ મંત્ર જાપનું ફળ અનેક ગણું મળે છે, દાન, પુણ્યનો મહિમા પણ વિશેષ હોય છે.


શનિવાર, અમાસ અને સૂર્ય ગ્રહણ ના સંયોગ પર હનુમાનજી ની ભક્તિ કે અન્ય કોઈ વિદ્વાનો ના માર્ગદર્શન મુજબ ભક્તિ કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે

જેમની કુંડળીમા શનિ, રાહુ, કેતુ કે અન્ય પ્રતિકૂળ ગ્રહની પ્રતિકૂળતા ચાલતી હોય, દશા, શનિની નાની કે મોટી પનોતીની અસર હોય તેવી વ્યક્તિ માટે આ દિવસે.,

સવારે શિવ મંદિરમાં જઈ શિવલિંગ પર જળમાં દૂધ + કાળા તલ મિશ્ર કરી અભિષેક કરવો તેમજ ત્યાં જો પીપળા નું વૃક્ષ હોય તો તેને પણ જળ વડે સિંચન કરતા પ્રદાક્ષિણા કરવી.

સાંજે સૂર્યાસ્ત સમયે મંદિર પાસેના પીપળાના વૃક્ષ નીચે એક કોડીયામા તેલ નો ઉભી વાટ ( ફુલ બત્તિ ) નો દીવો પ્રગટાવો હિતાવહ કહી શકાય,

રાત્રે ઘરે હનુમાન ચાલીસા, બજરંગ બાણ, શિવ મંત્ર જાપ કે માર્ગદર્શન મુજબ કહેલ મંત્ર યથાશક્તિ મુજબ જપવા હિતકારી કહી શકાય.

જો શક્ય હોય તો જરૂરતમંદ વ્યક્તિ ને તમારી યથાશક્તિ મુજબ દાન કરવું ઇચ્છનીય છે.

ચૈત્ર વદ અમાસનો દિવસ હૉવાથી પોતાના પિતૃની શાંતિ, સદગતિ અને કૃપા મેળવવા સવારે શિવ મંદિરમાં શિવલિંગ પર જળ અભિષેક અને પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરતા પ્રદક્ષિણા કરવી તેમજ પીપળાના વૃક્ષ નીચે સીંગ કે સાકરનો એક દાણો મુકવો અને ગાય, કૂતરાને રોટલી આપવી તેમજ જરૂરીયાતમંદ ને ભોજન કે દાન કર્મ કરવું પણ યોગ્ય છે,

અન્ય કોઈ કારણસર મંદિરમાં જઇ પૂજા ના કરી શકે તેવા લોકો આ દિવસે પોતાના પિતૃની શાંતિ, સદગતિ માટે ગજેન્દ્રમોક્ષના પાઠ વાંચી કે સાંભળીને પ્રાથના કરવી પણ યોગ્ય કહી શકાય.

યથાશક્તિ ભક્તિ કરવાથી ઇશ્વરકૃપાથી રાહતની લાગણી પ્રાપ્ત થાય છે, જીવનની પ્રતિકૂળતા ઓછી થાય છે,

0 Response to "વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ : શનિવાર, અમાસ સૂર્યગ્રહણનો સંયોગ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel