મોદી રાજમાં ભારતની સિદ્ધી, લશ્કરી ખર્ચ મામલે બ્રિટન અને રશિયા કરતા આગળ
મોદી રાજમાં ભારતની સિદ્ધી, લશ્કરી ખર્ચ મામલે બ્રિટન અને રશિયા કરતા આગળ
સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટના રિપોર્ટમાં જણાવાયું છે કે સૌથી વધારે લશ્કરી ખર્ચ કરનાર દેશોની યાદીમાં ભારત ત્રીજા ક્રમે છે.
અમેરિકા અને ચીન પછી ભારતે સેના પર પાણીની જેમ પૈસા વહાવ્યાં છે. દુનિયામાં સૌથી વધારે લશ્કરી ખર્ચ કરનાર ભારત ત્રીજો દેશ બન્યો છે. ભારત પહેલા બે દેશોનો નંબર આવે છે. પહેલા નંબરે અમેરિકા અને બીજા નંબરે ચીન આવે છે.
સૌથી વધારે લશ્કરી ખર્ચ કરવાના મામલે ભારત ત્રીજો દેશ
અમેરિકા દુનિયામાં કરે છે સૌથી વધારે લશ્કરી ખર્ચ
બીજો નંબર ચીનનો, ભારત ત્રીજા ક્રમે
અમેરિકા અને ચીન પછી ભારતે સેના પર પાણીની જેમ પૈસા વહાવ્યાં છે. દુનિયામાં સૌથી વધારે લશ્કરી ખર્ચ કરનાર ભારત ત્રીજો દેશ બન્યો છે. ભારત પહેલા બે દેશોનો નંબર આવે છે. પહેલા નંબરે અમેરિકા અને બીજા નંબરે ચીન આવે છે.
અમેરિકા દુનિયામાં સૌથી વધારે લશ્કરી ખર્ચ કરનાર દેશ બન્યો
સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટના રિપોર્ટ અનુસાર દુનિયામાં અમેરિકા સૌથી વધારે લશ્કરી ખર્ચ કરે છે. 2021માં અમેરિકાએ સેના પર 801 બિલિયન ડોલરનો ખર્ચ કર્યો હતો. 2020ની તુલનામાં 2021માં 1.4 ટકાનો ઘટાડો આવ્યો.
ચીને સેના પર કર્યો 293 બિલિયન ડોલરનો ખર્ચ
અમેરિકા બાદ બીજો નંબર ચીનનો આવે છે. ચીન પણ તેની સેના માટે પાણીની જેમ પૈસા વહાવી રહ્યું છે ચીને 2021માં તેની સેના માટે 293 બિલિયન ડોલરનો ખર્ચ કર્યો હતો.
ભારતે 2021માં સેના પર કર્યો 76.6 બિલિયન ડોલરનો ખર્ચ
લશ્કરી પર સૌથી વધારે ખર્ચ કરનાર ભારત દુનિયાનો ત્રીજો દેશ બન્યો છે. 2021માં ભારતે સેના પર 76.6 બિલિયન ડોલરનો ખર્ચ કર્યો હતો.
વિશ્વનો કુલ લશ્કરી ખર્ચ 2.1 ટ્રિલિયન ડોલર
SIPRI મુજબ 2021માં દુનિયાભરમાં લશ્કર પર 2.1 ટ્રિલિયન ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો હતો. સ્ટોકહોમ સ્થિત સંસ્થાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે 2021 માં વિશ્વવ્યાપી સૈન્ય ખર્ચ વધીને 2,113 અબજ અમેરિકન ડોલર થયો છે. તે પાછલા વર્ષની તુલનામાં ૦.૭ ટકાનો વધારો થયો છે. 2021 માં જે પાંચ દેશોએ સૈન્ય પર સૌથી વધુ ખર્ચ કર્યો હતો તેમાં અમેરિકા, ચીન, ભારત, યુનાઇટેડ કિંગડમ અને રશિયાનો સમાવેશ થાય છે. આ દેશોનો કુલ સૈન્ય ખર્ચ વિશ્વના સૈન્ય ખર્ચના 62 ટકા જેટલો હતો. ઉલ્લેખનીય છે કે, સૈન્ય ખર્ચના મામલે ભારત ભલે વિશ્વમાં ત્રીજા સ્થાને હોય, પરંતુ ચીન આ મામલે હજુ પણ ઘણું આગળ છે. ચીને સૈન્ય પર ભારત કરતા લગભગ 3.8 ગણો વધારે ખર્ચ કર્યો છે.
0 Response to "મોદી રાજમાં ભારતની સિદ્ધી, લશ્કરી ખર્ચ મામલે બ્રિટન અને રશિયા કરતા આગળ"
ટિપ્પણી પોસ્ટ કરો