ગુજરાત ઇન્કમ ટેકસના વડા રાજકોટમાં : એમ્પ્લોઇઝ ફેડરેશનની કોન્ફરન્સમાં હાજરી
ગુજરાત ઇન્કમ ટેકસના વડા રાજકોટમાં : એમ્પ્લોઇઝ ફેડરેશનની કોન્ફરન્સમાં હાજરી
ગુજરાત ઇન્કમ ટેકસના વડા રવિન્દ્રકુમાર આજે ફરી રાજકોટની મુલાકાતે આવ્યા હતા અને કર્મચારી સંગઠનના સેમીનારમાં હાજરી આપી હતી.
ઇન્કમ ટેકસ એમ્પલોઇઝ ફેડરેશન ગુજરાત સર્કલની બે દિવસની 11મી ડેલીગેટ કોન્ફરન્સનું રાજકોટમાં આયોજન કરવામાં આવ્યું છે તેમાં ભાગ લેવા માટે પ્રિન્સીપાલ ચીફ કમિશ્નર રવિન્દ્રકુમાર રાજકોટ આવ્યા હતા.
કોન્ફરન્સમાં મુખ્ય અતિથિ તરીકે તેઓએ હાજરી આપી હતી. આ સિવાય અતિથિ વિશેષ તરીકે સાંસદ રામભાઇ મોકરીયા હાજર રહ્યા હતા. રાજકોટના ચીફ ઇન્કમ ટેકસ કમિશ્નર ડી.એલ.મીના પણ બેઠકમાં હાજર રહ્યા હતા અને કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. કોન્ફરન્સની શરૂઆતમાં સંગઠનના કે.આર.જાડેજાએ સ્વાગત પ્રવચન કર્યુ હતું.
ગુજરાત સર્કલ ઇન્કમ ટેકસ એમ્પલોઈઝ ફેડરેશનની કોન્ફરન્સની 10 વર્ષ બાદ રાજકોટમાં યોજવામાં આવી હોવાથી સમગ્ર સ્ટાફમાં ઉત્સાહનો માહોલ હતો અને મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આવતીકાલે સંગઠનની ચૂંટણી પણ યોજાવાની છે. જે મોટા ભાગે સર્વાનુમતે થવાની શકયતા છે.
0 Response to "ગુજરાત ઇન્કમ ટેકસના વડા રાજકોટમાં : એમ્પ્લોઇઝ ફેડરેશનની કોન્ફરન્સમાં હાજરી"
ટિપ્પણી પોસ્ટ કરો