bharuch : બેરોજગારોને રું. 500નું ઈન્સેન્ટિવ
જિલ્લામાં 12,856 લોકોના ઘરે પહોંચી યોજનાનો લાભ આપ્યો, બેરોજગારોને રું. 500નું ઈન્સેન્ટિવ
PM ના આહવાન ને ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા એ ઝીલી લીધું હતું. જાન્યુઆરી 2022 થી 3 મહિના માટે ઉત્કર્ષ પહેલ જિલ્લા વહીવટી તંત્રે શરૂ કરી હતી. ભરૂચ, અંકલેશ્વર, જંબુસર, આમોદ નગર, 9 તાલુકા અને 645 જેટલા ગામોમાં આ પહેલ હેઠળ તબક્કાવાર આયોજન ગ્રાઉન્ડ લેવલ સુધી ઘડી કાઢ્યું હતું. ભરૂચ જિલ્લામાં સરકારની 4 યોજનાઓ વિધવા સહાય, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ યોજના અને કુટુંબ આર્થિક સહાય નો લાભ અપાવવા ઉત્કર્ષ પહેલ શરૂ કરાઇ હતી.
યોજનાના અમલીકરણ માટે નગરપાલિકાએ ડોર ટુ ડોર પહોંચી લાભાર્થી શોધ્યા
જિલ્લા સમાહર્તા ડૉ તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ યોજનાનો અમલ કરવા 9 વોર્ડમાં અધિકારીઓ-પાલિકા સભ્યો એ ડોર ટુ ડોર પહોંચી સર્વે કરી ઉત્કર્ષ યોજનાને સાકાર કરવા મહેનત કરી હતી. જેના પરિણામે અંકલેશ્વર-તાલુકામાં 1663 લોકોએ યોજનાનો લાભ લીધો હતો. - વિનય વસાવા, પ્રમુખ નગરપાલિકા અંકલેશ્વર.
ઉદ્યોગકારો પણ જોડાયા
કલેકટરની પહેલમાં ઉદ્યોગકારો પણ જોડાયા હતા. જેઓએ પોતાના CSR ફંડ હેઠળ રૂપિયા 20 લાખ વહીવટી તંત્રને ફાળવ્યા હતા. આજે ભરૂચ જિલ્લો ચારેય યોજનામાં 12856 લાભાર્થીઓને લાભ અપાવી દેશમાં 100 ટકા સિધ્ધિ હાંસલ કરતા એકમાત્ર જિલ્લો બની ગયો છે.

0 Response to "bharuch : બેરોજગારોને રું. 500નું ઈન્સેન્ટિવ"
ટિપ્પણી પોસ્ટ કરો