-->
મોડેલ પર હુમલો

મોડેલ પર હુમલો

 

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાવિઠા ગામની ગ્રામસભામાં મોડેલ એશ્રા પટેલ પર હુમલો થતાં મહિલા સરપંચ, તેમના પતિ અને પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મોડેલ એશ્રા પટેલે ફરિયાદમાં જણાવ્યું છે કે મહિલા સરપંચ જ્યોતિબેનના પતિ મનુભાઇ સોલંકી નિર્વસ્ત્ર કરવા ઇરાદે મારી ઓઢણી ખેંચવા લાગ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર મહિનામાં યોજાયેલી ગ્રામપંયાયતની ચૂંટણીમાં એશ્રા પટેલે સરપંચપદે ચૂંટણી લડી હતી. એમાં એશ્રા પટેલ ચૂંટણીમાં તેની હાર થઇ હતી. એ સમયે એશ્રા પટેલના હરીફ ઉમેદવારના પતિ-પુત્રને જાનથી મારવા ધમકી આપવા બદલ એશ્રા પટેલ સહિત 12 લોકો સામે પણ ફરિયાદ નોંધાઇ હતી.


એશ્રાએ પાણી બાબતે પ્રશ્ન પૂછ્યો
મોડેલ એશ્રા પટેલે ફરિયાદમાં જણાવ્યું છે કે 24 એપ્રિલના રોજ ગ્રામપંચાયત ઘરમાં સાંજે 5 વાગ્યે ગ્રામસભા રાખી હોવાથી હું ત્યાં ગઇ હતી. એ વખતે ગામનાં સરપંચ જ્યોતિબેન સોલંકી, તેમના પતિ મનોજભાઇ ઉર્ફે મનુભાઇ, તેમનો પુત્ર અજય સહિતના સભ્યો અને ગ્રામજનો હાજર હતા. એ સમયે ગામમાં 6 પાણીનાં ટેન્કરો હોવા છતાં એ ન આપવા બાબતે મેં સરપંચ અને તલાટીને પ્રશ્ન પૂછ્યો હતો. જેથી સરપંચના પતિ મનુભાઇએ કહ્યું હતું કે ટેન્કરો બીજા ગામમાં આપ્યાં છે અને બીજાં બગડેલાં છે.


મને નિર્વસ્ત્ર કરવા ઇરાદે મારી ઓઢણી ખેંચવા લાગ્યાઃએશ્રા
મનુભાઇએ મને નિર્વસ્ત્ર કરવા ઇરાદે મારી ઓઢણી ખેંચવા લાગ્યા હતા અને એ વખતે તેમનો પુત્ર અજય પણ ત્યાં ગયો હતો અને કહેવા લાગ્યો હતો કે બધા ભેગા થઇને એને મારો. ત્રણેયે ભેગા થઇને મને ધક્કો મારીને જ્યોતિબેન મને ડાબા હાથ પર નખ મારવા લાગ્યા હતા. એ દરમિયાન કૈલાસબેન નાયક અને બીજા લોકો મને બચાવવા માટે વચ્ચે પડ્યા હતા અને મને છોડાવી હતી. હું ઇજાગ્રસ્ત હોવાથી મને સારવાર માટે સંખેડાના સરકારી દવાખાનામાં સારવાર કરાવી હતી.

0 Response to "મોડેલ પર હુમલો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel