રાજકોટના આ આશ્રમમાં અસ્થિર મગજનાં લોકોને નિઃશુલ્ક રહેવા-જમવા અને મેડિકલ સારવાર આપવામાં આવે છે
રાજકોટના આ આશ્રમમાં અસ્થિર મગજનાં લોકોને નિઃશુલ્ક રહેવા-જમવા અને મેડિકલ સારવાર આપવામાં આવે છે
રાજકોટ શહેરમાં ઠેર ઠેર અનેક માનસિક અસ્થિર લોકો નજરે પડતા હોય છે પરંતુ સામાન્ય રીતે લોકો તેના તરફ ધ્યાન આપતા નથી પરંતુ રાજકોટની 'સત સેવાભાવ ચેરીટેબલ ટ્રસ્ટ ઉર્ફે ‘ગાંડાની મોજ’ સંસ્થાના પ્રમુખ વિષ્ણુભાઈ ભરાડ આવા માનસિક અસ્થિર લોકોના જાણે પાલક પિતા બન્યા છે. તેમણે ખીરસરાથી નજીક આવેલા ગામ દેવગામ સ્થિત પોતાના આશ્રમમાં અસ્થિર મગજનાં લોકોને રહેવા-જમવા તેમજ મેડિકલ સારવાર આપવામાં આવે છે
આ સેવા પાછળ રૂ.50 લાખનો ખર્ચ કર્યો
આ આશ્રમમાં કુલ-13 માનસિક અસ્થિર લોકોની સેવા કરવામાં આવે છે. જેમાં અમુક વૃદ્ધોના પગ નથી. એક યુવાનના માથામાં અસંખ્ય જંતુ છે. એક વૃદ્ધ ઉપર એસિડનો છંટકાવ થયેલ હતો. જ્યારે એક વૃદ્ધ કચરા પેટીમાં બળેલી હાલતમાંથી મળી આવેલ હતા. એવી પરિસ્થિતિ ઉપરાંત માનસિક વિચારશકિતની દ્રષ્ટિએ અક્ષમ એવા લોકોનું ધ્યાન વિષ્ણુભાઈ અને તેમના આશ્રમમાં કામ કરતાં 7 જેટલા સભ્યો રાખે છે. તેમના મતે અત્યારસુધીમાં તેમણે આ સેવા પાછળ રૂ.50 લાખનો ખર્ચ કર્યો છે.
વ્હોટસઅપમાં મૂકેલ સ્ટેટસથી નાણાકીય સગવડ મળે છે
જ્યારે વિષ્ણુભાઈને તેમનાં નિભાવ ખર્ચ માટેની નાણાકીય સગવડ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે જાણવા મળ્યું કે વ્હોટસઅપમાં મુકેલા માત્ર એક જ સ્ટેટસ દ્વારા તેમને જોઈતી તમામ સુવિધાઓ લોકો પૂરી પાડતા હતા. જેમાં કૌશલ્યાબેન પટેલ, ઘનશ્યામભાઈ ઠક્કર, જલારામ ચીકીનાં પ્રકાશભાઇનું નામ પણ જણાવવામાં આવ્યું હતું. તેમના મુજબ આ વૃદ્ધોમાં ગણી શકાય તેટલી ખામી હોવા છતાં અસંખ્ય ખૂબીઓ રહેલી છે અને ભગવાન નારાયણે તેમને આ ખામીઓ ઢાંકવા માટેનું કાર્ય તેમને સોંપ્યું છે. જે પૂર્ણ થતા આ લોકોની ખૂબીઓ ઉજાગર થશે.
11 વર્ષ પહેલાં વિષ્ણુભાઈ ભરાડેનાં મનમાં માનસિક રીતે અસ્થિર લોકોને ભેગા કરી તેમના માટે કંઇક કરવાની ભાવના જાગી હતી. જયારે આ ભાવનાનાં મૂળ તેમના બાળપણમાં મળેલી સારી સોબતમાં રહેલા હતા. તેઓ બાળપણમાં સરધાર મુકામે આવેલા હરિહર બાપુના આશ્રમે જતા હતા. ત્યાંના મહંત પશુ-પંખીઓની સેવા કરતા હતા. જેનાથી વિષ્ણુભાઈનાં મનમાં સેવા કરવાની ભાવના જાગી હતી. જેથી વિષ્ણુભાઇએ લીમડી, દ્વારકા, ઓખા વગેરેમાં એવા વૃદ્ધો અને યુવકો જોયા જેનું કોઈ જ નહોતું અને તેઓ માનસિક રીતે પણ પોતાના માટે કંઈ વિચારવા માટે સક્ષમ નહોતા.
રેક અસ્થિર મગજનાં વૃદ્ધો માટે વિષ્ણુભાઈ જમવાથી લઈને દવા સુધીની સગવડો પૂરી પાડતા હતા. તેઓને વૃક્ષોના ઉછેરથી લઈને સાફ સફાઈ કેવી રીતે રાખવી તેનું પણ જ્ઞાન અપાતું હતું. પરંતુ શરૂઆતની પરિસ્થિતિમાં તો વિષ્ણુભાઈને જ આ બધી વ્યવસ્થા અને કામગીરી કરવી પડતી હતી. તેમના નખ કાપવાથી લઈને નવડાવી તેમને ભોજન આપવા સુધીનું કાર્ય કોઈ ડર વિના વિષ્ણુભાઈએ કર્યું હતું. જેમાં એક વિચિત્ર પ્રકારની માનસિકતા ધરાવતાં વૃદ્ધ પણ જોવા મળ્યા હતા. જેને આખો દિવસ કંઇ ને કંઇ કામ જ કર્યે રાખવું હોય. જેથી કંઈ ન મળે ત્યારે પોતાનો ખાટલો તોડી તેને સરખો કરવાનું પણ કામ કરી લે! જ્યારે બીજો કંઈ કરે જ નહીં એટલે કે ઉઠીને નમાજ પઢે અને વળી પાછા સૂઈ જવું, વળી ઉઠી નમાજ પઢવી અને પાછા સૂઇ જતા.


0 Response to "રાજકોટના આ આશ્રમમાં અસ્થિર મગજનાં લોકોને નિઃશુલ્ક રહેવા-જમવા અને મેડિકલ સારવાર આપવામાં આવે છે"
ટિપ્પણી પોસ્ટ કરો