બોરિસ જોનસનનું અમદાવાદમાં ઢોલ-નગારાં સાથે ભવ્ય સ્વાગત,
બોરિસ જોનસનનું અમદાવાદમાં ઢોલ-નગારાં સાથે ભવ્ય સ્વાગત, BMWમાંથી હાથ ઊંચો કરી લોકોનું અભિવાદન ઝીલ્યું
યુકેના PMના સ્વાગત માટે એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીના રસ્તા પર સ્વાગત માટેના સ્ટેજ તૈયાર કરાયા હતા. ઉપરાંત સમગ્ર રૂટ પર વેલકમ ગુજરાતના હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવ્યા છે. ગુજેસલ બહારથી ગાંધી આશ્રમ સુધી લોકો સ્વાગત માટે એક હાથમાં ભારત અને બીજા હાથમાં યુકેનો ધ્વજ લઈને પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર બોરિસ જોનસનનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું. આ સમયે મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદના મેયર કિરીટ પરમાર સહિતના નેતાઓ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત બાયોટેકનોલોજીની મુલાકાત લેશે યુકેના PM
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન તેમની ભારત મુલાકાતના કાર્યક્રમના ભાગરૂપે નિર્માણાધીન બીજીયુની મુલાકાત લેશે. ગુજરાત સરકારના ફ્લેગશિપ પ્રોજેક્ટ એવી ‘ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી’ આશરે રૂ.200 કરોડના ખર્ચે પ્રતિષ્ઠિત ગિફ્ટ-સિટી ખાતે આકાર લઇ રહી છે, જેમાં ઉત્પાદનોની નાવીન્યસભર વિચારને કેન્દ્રસ્થાને રાખીને દેશના યુવા માનસ સંશોધન કાર્યો કરશે.
0 Response to "બોરિસ જોનસનનું અમદાવાદમાં ઢોલ-નગારાં સાથે ભવ્ય સ્વાગત,"
ટિપ્પણી પોસ્ટ કરો