-->
વડોદરા કોર્ટ બહાર અડધો કિમી લાંબી લાઇનો લાગી,

વડોદરા કોર્ટ બહાર અડધો કિમી લાંબી લાઇનો લાગી,

 

વડોદરા કોર્ટ બહાર અડધો કિમી લાંબી લાઇનો લાગી, બુલેટ ચાલકો સ્વામીના કાફલાનું પાયલોટિંગ કરશે




હરિધામ સોખડામાં ચાલી રહેલો વિવાદ કોર્ટમાં પહોંચતા પ્રબોધ સ્વામી સહિતના સંતો આજે હાઇકોર્ટ સમક્ષ હાજર થયા છે. હાઇકોર્ટમાંથી બહાર નીકળતી વખતે પ્રબોધ સ્વામીના સ્વાગત માટે લગભગ અડધો કિમીથી પણ વધુ લાંબી લાઇનો લાગી છે અને મહિલા તથા પુરુષ હરિભક્તો કોર્ટના મુખ્ય દરવાજાથી લઈને અને રોડ પરના દરવાજા સુધી બંને બાજુ લાઇન લગાવીને ઉભા છે. આ ઉપરાંત બુલેટ ચાલકો પ્રબોધ સ્વામીના કાફલાનું પાયલોટિંગ કરવામાં આવશે.

હાઇકોર્ટે સંતો હાજર કરવા હુકમ કર્યો હતો 

સ્વર્ગસ્થ સ્વામી હરિપ્રસાદજીના પર્સનલ સેક્રેટરી દ્વારા આ હેબિયસ કોર્પસ અરજી કરવામાં આવી હતી, જેમાં રજૂઆત કરાઈ હતી કે 'ગેરકાયદે રીતે અને બળજબરીપૂર્વક સાધુ- સાધ્વીઓને ગોંધી રાખવામાં આવ્યાં છે. તેમને બહાર નીકળવાની પરવાનગી નથી આપવામાં આવી'. એ મામલે હાઇકોર્ટે સ્વામી પ્રેમસ્વરૂપ દાસજી, સેક્રેટરી જે.એન. દવે, ત્યાગવલ્લભદાસજીને નોટિસ પાઠવી વડોદરા જિલ્લા કોર્ટમાંથી વીડિયો-કોન્ફરન્સના માધ્યમથી કોર્ટ સમક્ષ હાજર રહેવા માટે હુકમ કર્યો હતો. એ સંદર્ભે આજે બપોરે આ ત્રણ સાધુ કોર્ટ સમક્ષ હાજર થશે. ગઈકાલે સુનાવણી દરમિયાન કોર્ટે આ મામલે મહત્ત્વપૂર્ણ હુકમ કર્યો હતો કે વડોદરા રૂરલના પોલીસવડા બંધક બનાવેલા તમામ હરિભક્તોને મુક્ત કરાવે. એ માટે માટેની બસ ટ્રાન્સપોર્ટ સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવે. જેથી આજે સંતોને કોર્ટમાં હાજર કરાયા હતા.

230 સંતો, બહેનો અને સેવકો હરિધામ મંદિરમાંથી વિદાય લીધી

હરિધામ-સોખડા મંદિર ગાદી વિવાદમાં પ્રબોધસ્વામી અને તેમના જૂથનાં 230 સંતો, બહેનો અને સેવકો આજે હરિધામ મંદિરમાંથી વિદાય લીધી છે. પ્રબોધસ્વામી અને તેમના 60 સંત સુરતના ભરથાણાના આત્મીયધામમાં રહેવા જશે, પરંતુ પ્રેમસ્વરૂપ જૂથ દ્વારા પ્રબોધસ્વામીને ચેતવણી આપી છે કે જો તેઓ ભરથાણાના આત્મીયધામમાં રહેવા જશે તો તેમની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આજે પ્રબોધસ્વામી જૂથના 60 સંત, 68 સાધક બહેનોઅને 102 સાધકોએ હરિધામ મંદિર છોડ્યું છે.

0 Response to "વડોદરા કોર્ટ બહાર અડધો કિમી લાંબી લાઇનો લાગી, "

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel