સુરતમાં વેસ્ટર્ન ડિર્સ્ટબન્સને પગલે વાતાવરણમાં પલટો, સવારથી વાદળો છવાતાં ગરમીમાંથી રાહત મળી
સુરતમાં વેસ્ટર્ન ડિર્સ્ટબન્સને પગલે વાતાવરણમાં પલટો, સવારથી વાદળો છવાતાં ગરમીમાંથી રાહત મળી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરત શહેરમાં આજે વેસ્ટર્ન ડિર્સ્ટબર્ન્સની અસર જોવા મળી રહી છે. સવારથી જ શહેરના આકાશમાં ભર ઉનાળે ચોમાસું બેઠું હોય તે રીતે વાદળો છવાઈ ગયાં છે. સવારના સમયે સરથાણા, વરાછા, અશ્વિનીકુમાર સહિતના વિસ્તારોમાં હળવા છાંટા પડ્યાં હતાં. જેથી ઉનાળાની કાળજાળ ગરમીનો અહેસાસ કરતાં લોકોને ઠંડકનો અહેસાસ થયો હતો.
એક તરફ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. લોકો ગરમીમાં શેકાઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા વાતાવરણ પલટાની આગાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત સામાન્ય વરસાદની આગાહી પણ કરવામાં આવી હતી. જેને લઈને રાજ્યના અનેક સ્થળોએ વાતાવરણમાં પલટો આવ્યો હતો. સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડયો હતો. જ્યારે સુરતમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.
સુરતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું હોવાનું પણ સામે આવ્યું હતું. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઉભા પાકને લઈને ચિંતા છે. સાથે જ કેરીના પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ ગરમીથી રાહત મળતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

0 Response to "સુરતમાં વેસ્ટર્ન ડિર્સ્ટબન્સને પગલે વાતાવરણમાં પલટો, સવારથી વાદળો છવાતાં ગરમીમાંથી રાહત મળી"
ટિપ્પણી પોસ્ટ કરો