-->
સુરતમાં હર્ષ સંઘવીએ કહ્યું-'અગાઉ ક્યારેય ન પકડાયું હોય તેટલું ડ્રગ્સ ગુજરાત પોલીસે પકડીને રેકેટનો પર્દાફાશ કર્યો

સુરતમાં હર્ષ સંઘવીએ કહ્યું-'અગાઉ ક્યારેય ન પકડાયું હોય તેટલું ડ્રગ્સ ગુજરાત પોલીસે પકડીને રેકેટનો પર્દાફાશ કર્યો

 

સુરતમાં હર્ષ સંઘવીએ કહ્યું-'અગાઉ ક્યારેય ન પકડાયું હોય તેટલું ડ્રગ્સ ગુજરાત પોલીસે પકડીને રેકેટનો પર્દાફાશ કર્યો




- ડ્રગ્સ માફિયાઓમાં ડર ઉભો કરવા બદલ ગૃહમંત્રીએ પોલીસને અભિનંદન આપ્યા

ગુજરાતમાં છાસવારે પકડાતાં ડ્રગ્સને લઈને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસના ભરપેટ વખાણ કર્યા હતાં. ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવતા હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાત પોલીસે હાલના સમયમાં સૌથી વધારે ડ્રગ્સ પકડયુ છે,જે આગાઉ ક્યારે પકડાયુ ન હતું.ગુજરાત પોલીસે ડ્રગ્સ માફિયાઓમાં ડર ઉભો કર્યો છે. જે રાજ્યની સલામતી માટે ખૂબ જ જરૂરી છે.

ગુજરાતમાં ડ્રગ્સ ઘુસવા નહીં દેવાય

સુરતમાં સરસાણા ઈન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત ત્રિદિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્ઝિબિશનનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. તેઓએ આ એક્ઝીબીશનમાં જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ ડ્રગ્સ વિરૂદ્ધ અભિયાન ચલાવી રહી છે. ગુજરાતના સીમાડાઓમાં ડ્રગ્સને ઘુસવા દેવામાં આવશે નહી. યુવાધનને બરબાદ થતું અટકાવવા પોલીસ ખૂબ મહેનત કરી રહી છે.



દરિયામાં પણ રેકેટ પકડ્યા

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યને સલામત બનાવવા માટે સરકાર કામગીરી કરી રહી છે. પંજાબ, મહારાષ્ટ્ર, રાજસ્થાન આ તમામ જગ્યાએથી ડ્રગ્સ પકડવાનું કામ ગુજરાતની પોલીસે કર્યું છે. ગુજરાતની બોર્ડરમાં ડ્રગ્સ ઘૂસે તે પહેલા પોલીસ તેને પકડવા તૈયાર છે. આટલા મોટા રેકેટો દેશમાં બીજા કોઈ રાજ્યએ પોતાના રાજ્યની અંદર આટલા મોટા પ્રમાણમાં સફળતા મળી નથી જેટલી ગુજરાત પોલીસને ડ્રગ્સને પકડવામાં મળી છે. ડ્રગ્સ જે લઈને આવતા હોય છે. તે લોકોને લોભામણી ઓફર મળતી હોય છે. ગુજરાત પોલીસે માહિતીઓના સોર્સ ખૂબ જ મોટા કર્યા છે. દરિયાના મોજાઓની વચ્ચે એટીએસની ટીમે આવી આવા રેકેટનો પર્દાફાશ કર્યો છે.



0 Response to "સુરતમાં હર્ષ સંઘવીએ કહ્યું-'અગાઉ ક્યારેય ન પકડાયું હોય તેટલું ડ્રગ્સ ગુજરાત પોલીસે પકડીને રેકેટનો પર્દાફાશ કર્યો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel