-->
આજે શનિશ્વરી અમાસ-ખંડગ્રાસ સૂર્યગ્રહણનો દુર્લભ યોગ

આજે શનિશ્વરી અમાસ-ખંડગ્રાસ સૂર્યગ્રહણનો દુર્લભ યોગ

 

આજે શનિશ્વરી અમાસ-ખંડગ્રાસ સૂર્યગ્રહણનો દુર્લભ યોગ



- ખંડગ્રાસ સૂર્ય ગ્રહણ ભારતમાં નહીં દેખાય

- વર્ષના પ્રથમ ખંડગ્રાસ સૂર્યગ્રહણથી ભારતને કોઇ અશુભ અસર નહીં થાય : જ્યોતિષી


આજે ખંડગ્રાસ સૂર્યગ્રહણ અને શનિશ્વરી અમાસનો દુર્લભ યોગ છે. આ ખંડગ્રાસ સૂર્યગ્રહણનો ભારતીય સમય અનુસાર રાત્રે ૧૨ કલાક ૧૫ મિનિટ અને ૧૯ સેકન્ડે પ્રારંભ થશે અને તે મોડી રાત્રે ૪ કલાક ૭ મિનિટ અને ૫૬ સેકન્જ સુધી રહેશે. જોકે, આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવવાનું નથી માટે તેની અસર નહીં રહે.

આજે શનિ અમાવસ્યા ના રોજ મેષ રાશિ અને ભરણી નક્ષત્ર માં ખંડગ્રાસ સૂર્યે ગ્રહણ થશે. ૨૯ એપ્રિલના રોજ શનિનું રાશિ પરિવર્તન અને તેના બીજા જ દિવસે ૩૦ તારીખે શનેશ્વરી અમાસ અને એપ્રિલમાં પાંચ શનિવાર હોવાનો સંયોગ આ તમામ યોગ શનિ ના શુભ બળનો સંકેત આપે છે. જે વિશેષ કૃપા પ્રાપ્ત કરાવે છે શાસ્ત્રોમાં પણ શનિને રિઝવવા શનિવાર કે અમાસ ના યોગને સૂચવવામાં આવે છે. શનિ મહારાજ ને ખુશ કરવાનો બળવાન દિવસ આવો દુર્લભ સંયોગ છેલ્લાં ૧૦૦ વર્ષમાં માં બન્યો નથી.

શાસ્ત્ર અનુસાર રાત્રે થનારું સૂર્યે ગ્રહણ પણ અસર નથી કરતું તેથી પણ તેનું સૂતક ભારતમાં લાગશે નહીં. ભલે ઘણી જગ્યાએ આપણને લખેલું વાંચવા મળે છે કે આ રાશિને શુભ અને આ આ રાશિ ને અશુભ જેમાં કઈ તથ્ય નથી. જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે આ સૂર્યગ્રહણની ભારતમાં કોઇ પણ રાશિને શુભ કે અશુભ અસર થવાની નથી.

આ ખંડગ્રાસ સૂર્યગ્રહણ જે દક્ષિણ/પશ્ચિમ અમેરિકા, પેસિફિક એટલાન્ટિક અને એન્ટાર્કટિકામાં વિસ્તાર માં દેખાવાનું છે તેથી ત્યાં તેની ગાઢ અસર થઈ શકે છે, જેથી જ્યોતિષી ચેતન પટેલના જણાવ્યા મુજબ 'અમેરિકા ને અશુભ અસર થઈ શકે અને જે ગ્રહણ સમય થી ૪૦ દિવસ સુધી માં કોઈપણ કુદરતી આફત આવી શકે ,તેમજ બજારોમાં મોટી ઉથલપાથલ કે માનવ જીવનને હચમચાવી જાય તેવી ઘટનાઓ બની શકે માટે સાવચેતી રાખવી જોઈએ. '

0 Response to "આજે શનિશ્વરી અમાસ-ખંડગ્રાસ સૂર્યગ્રહણનો દુર્લભ યોગ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel