-->
ભરૂચમાં સોશિયલ મીડિયા પોસ્ટથી વિવાદ

ભરૂચમાં સોશિયલ મીડિયા પોસ્ટથી વિવાદ

 

ભરૂચમાં સોશિયલ મીડિયા પોસ્ટથી વિવાદ:મુસ્લિમ સમાજના પેજ પર ‘મેરા મંદિર ઇધર હે, હમેં પેમેન્ટ મસ્જિદ જાને પર મિલેગા’ની પોસ્ટ મૂકાતા ફરિયાદ



ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજની ફેસબુક ઉપર મુકાયેલી એક પોસ્ટથી વિવાદનો મધપૂડો છંછેડાય તેવી શક્યતાઓ નકારી શકાતી નથી. ભગવાન શ્રી રામનું કાર્ટૂન દોરી લખેલી પોસ્ટ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

મુસ્લિમ સમાજના પેજ પર પોસ્ટ
મુસ્લિમ સમાજના FB પેજ ઉપર શ્રી રામના ફોટા સાથે લખાણ સાથે ટોળું દર્શાવી લખાણ લખાયું છે કે, મેરા મંદિર ઇધર હે... હોગા . હમેં પેમેન્ટ મસ્જિદ જાને પર મિલેગી.’ આ પોસ્ટ સામે ભરૂચના આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ AHP ના જિલ્લા મહામંત્રી જસવંત ગોહિલે FIR નોંધાવી છે.

લાગણી દુભાવ્યાનો આક્ષેપ
ફરિયાદમાં જણાવ્યું છે કે, આ પોસ્ટ થી હિન્દુઓની લાગણી દુભાઈ છે. ભગવાન શ્રી રામનું કાર્ટૂન દોરી મંદિર-મસ્જિદના નામે લોકોને ભડકાવવાનું પોસ્ટ થકી કૃત્ય કરાયાનો આક્ષેપ કરાયો છે. જેને લઈ સોશિયલ મીડીયા પેજ ઉપર પોસ્ટ મુકનાર સામે કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે

0 Response to "ભરૂચમાં સોશિયલ મીડિયા પોસ્ટથી વિવાદ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel