-->
વૈશાખ મહિનામાં સૂર્યોદય પહેલાં તીર્થ સ્નાન કરવાથી મહાયજ્ઞ કરવા જેટલું શુભફળ મળે છે

વૈશાખ મહિનામાં સૂર્યોદય પહેલાં તીર્થ સ્નાન કરવાથી મહાયજ્ઞ કરવા જેટલું શુભફળ મળે છે

 

વૈશાખ મહિનામાં સૂર્યોદય પહેલાં તીર્થ સ્નાન કરવાથી મહાયજ્ઞ કરવા જેટલું શુભફળ મળે છે


વૈશાખ મહિનો 1મે થી 30 મે સુધી રહેશે. આ દિવસોમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું ખાસ મહત્ત્વ છે. સાથે જ, આ દિવસોમાં તીર્થમાં જઇને સૂર્યોદય પહેલાં સ્નાન અને પૂજા કરવામાં આવે છે. વૈશાખ મહિનામાં આ પ્રકારના સ્નાન અને પૂજા સાથે વ્રત-ઉપવાસ રાખવાથી મહાયજ્ઞ કરવા જેટલું પુણ્ય ફળ મળે છે.

પુરાણોમાં વૈશાખ મહિનો
સ્કંદ પુરાણમાં વૈશાખ મહિનાને બધા જ મહિનામાં ઉત્તમ ઉલ્લેખવામાં આવ્યો છે. પુરાણો પ્રમાણે જે વ્યક્તિ આ મહિનામાં સૂર્યોદય પહેલાં સ્નાન કરે છે અને વ્રત રાખે છે. તેઓ ક્યારેય દરિદ્ર થતાં નથી. તેમના ઉપર ભગવાનની કૃપા બની રહે છે. બધા દુઃખોથી મુક્તિ પણ મળી શકે છે. કેમ કે, આ મહિનાના દેવતા ભગવાન વિષ્ણુ જ છે. વૈશાખ મહિનામાં જળનું દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે.

સ્કંદ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, મહીરથ નામના રાજાએ માત્ર વૈશાખ સ્નાનથી જ વૈકુંઠધામ પ્રાપ્ત કર્યું હતું. આ મહિને સૂર્યોદય પહેલાં કોઇ તીર્થ સ્નાન, સરોવર, નદી કે કુવા ઉપર જઇને અથવા ઘરે બેસીને જ સ્નાન કરવું જોઇએ. ઘરમાં સ્નાન કરતી વખતે પવિત્ર નદીઓના નામનો જાપ કરવો જોઇએ. સ્નાન બાદ સૂર્યોદય વખતે સૂર્યને અર્ઘ્ય આપવું જોઇએ.


વૈશાખ મહિનામાં શું કરવું

  • વૈશાખ મહિનામાં જળદાનનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસોમાં પરબની સ્થાપના કરાવો અથવા કોઇ પરબમાં માટલાનું દાન કરો.
  • કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને પંખો, તરબૂચ, અન્ય ફળ, અનાજ વગેરેનું દાન કરવું જોઇએ.
  • મંદિરોમાં અનાજ અને ભોજન દાન કરવું જોઇએ.
  • આ મહિને બ્રહ્મચર્યનું પાલન કરો અને સાત્વિક ભોજન કરો.
  • વૈશાખ મહિનામાં પૂજા અને યજ્ઞ સાથે એક જ સમયે ભોજન કરવું જોઇએ.

આ બાબતોનું ધ્યાન રાખવું

  • આ મહિને માંસાહાર, દારૂ અને અન્ય દરેક પ્રકારના નશાથી દૂર રહો.
  • વૈશાખ મહિનામાં શરીર ઉપર તેલ માલિશ કરાવવી જોઇએ નહીં.
  • દિવસમાં સૂવું નહીં.
  • કાંસાના વાસણમાં ભોજન કરવું જોઇએ નહીં.
  • રાતે ભોજન કરવું જોઇએ નહીં અને પલંગ ઉપર સૂવું જોઇએ નહીં.

0 Response to "વૈશાખ મહિનામાં સૂર્યોદય પહેલાં તીર્થ સ્નાન કરવાથી મહાયજ્ઞ કરવા જેટલું શુભફળ મળે છે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel