સુરતના ગોપીપુરામાં ચાર માળના એપાર્ટમેન્ટની ટેરેસ ઉપર મોબાઇલ ટાવરમાં આગ
સુરતના ગોપીપુરામાં ચાર માળના એપાર્ટમેન્ટની ટેરેસ ઉપર મોબાઇલ ટાવરમાં આગ, રહેવાસીઓના જીવ અધ્ધર થયા
શહેરમાં સામાન્ય રીત ટાવર ટેરેસ ઉપર લગાવેલા જોવા મળે છે. સોની ફળિયામાં આવેલા મોદી સ્ટોર પાસેના એનીબેસન્ટ એપાર્ટમેન્ટના ચોથા માળની ટેરેસ પર રહેલા મોબાઈલ ટાવરમાં એકાએક આગ લાગતાં ફાયર વિભાગ પણ દોડતું થયું હતું. આગ એટલી ભયંકર દેખાતી હતી કે, રહીશો પણ નીચે ઉતરી આવ્યા હતા. તેમજ રાહદારીઓ પણ ઊભા રહી ગયા હતા. આગની જ્વાળા એ રીતે દેખાતી હતી કે, તેના કારણે નીચેના માળને પણ આગ લપેટમાં લઈ લેશે, તેવો ડર લાગતો હતો. આખો મોબાઈલ ટાવર ગણતરીની મિનિટોમાં જાણે બળીને ખાક થઈ ગયો હતો
એપાર્ટમેન્ટના પ્રમુખ જીતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ચાર વર્ષથી ટાવર બંધ હતો. આગ લાગતાં ફાયર વિભાગને કોલ મળતાની સાથે જ નવસારી ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગણતરીની મિનિટોમાં જ આગ ઉપર કાબૂ મેળવાઈ ગયો હતો. પરંતુ આ ખૂબ જ ભયંકર દેખાતી હતી. તેના કારણે રહીશોમાં ચિંતા જોવા મળી હતી. આગ કયા કારણસર લાગી છે તે અંગે કોઈ માહિતી મળી નથી પરંતુ મોબાઇલ ટાવરમાં લાગેલી આગથી એપાર્ટમેન્ટના રહીશોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.કોઈ ઈજા જાનહાનિ સર્જાઈ નથી.
0 Response to "સુરતના ગોપીપુરામાં ચાર માળના એપાર્ટમેન્ટની ટેરેસ ઉપર મોબાઇલ ટાવરમાં આગ"
ટિપ્પણી પોસ્ટ કરો