સુરતમા BRTS બસ સ્ટેશનની ગ્રીલના સળિયા વચ્ચે બાળકનું માથું ફસાઈ જતાં કોન્સ્ટેબલે સૂઝબૂઝથી રેસ્ક્યુ કર્યુ
સુરતમા BRTS બસ સ્ટેશનની ગ્રીલના સળિયા વચ્ચે બાળકનું માથું ફસાઈ જતાં કોન્સ્ટેબલે સૂઝબૂઝથી રેસ્ક્યુ કર્યુ
સુરતના અમરોલી બીઆરટીએસ સ્ટેન્ડ પર એક પરિવારનું બાળક રમી રહ્યું હતું. આ દરમ્યાન માતાની નજર હટતાં જ રમતા બાળકનું માથું ડોક સુધી સળિયાની વચ્ચે ફસાઈ ગયું હતું. આ ઘટનાને લઈને ત્યાં હાજર લોકો પણ ચોકી ઉઠ્યા હતા. હાજર લોકોએ બાળકનું રેસ્ક્યુ કરવાની કોશિશ કરી હતી પરંતુ તેઓ સફળ રહ્યા ના હતા. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ નિકુલસિંહ ભાલૈયાનું ધ્યાન જતાં તેઓ બસ સ્ટેશન પર દોડી આવ્યા હતાં. સાથે જ બાળકને રેસ્ક્યૂ કરવાના પ્રયત્ન કર્યા હતાં.
બાળક પણ પીડાથી તડપી રહ્યું હતું. લોકો બાળકને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતાં. પરંતુ તેઓ સફળ થયા નહોતા. જેથી પોલીસકર્મી નિકુલસિંહ ભાલૈયાએ લોકોની મદદ લઈને બાળકનું હેમખેમ રેસ્ક્યુ કર્યું હતું. બાળકનું રેસ્ક્યુ થઇ જતા ત્યાં હાજર લોકોએ હાશકારો અનુભવ્યો હતો અને પોલીસની કામગીરીને બિરદાવી પણ હતી.
.jpg)
0 Response to "સુરતમા BRTS બસ સ્ટેશનની ગ્રીલના સળિયા વચ્ચે બાળકનું માથું ફસાઈ જતાં કોન્સ્ટેબલે સૂઝબૂઝથી રેસ્ક્યુ કર્યુ"
ટિપ્પણી પોસ્ટ કરો