વડોદરા: વાડી નાની સાકમારકેટની આસપાસના દબાણો હટાવવા દબાણ શાખાની સૂચના
વાડી નાની સાકમારકેટની આસપાસના દબાણો હટાવવા દબાણ શાખાની સૂચના
વડોદરા શહેરના ગાજરાવાડી શાકમાર્કેટની આસપાસથી લઈ બરાનપુરા સુધી હંગામી દબાણ કરનારાઓને કોર્પોરેશનની દબાણ શાખાએ જે તે જગ્યા પરથી ખસી જવાની સુચના આપી છે. અન્યથા આગામી દિવસોમાં આ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે.
શહેરની મધ્યમાં ગાજરાવાડી નાની શાક માર્કેટ પાછળથી લઇ ત્રણ રસ્તા વિજય સરકારી સ્કુલથી બરાનપુરા થઈ પેટ્રોલ પંપ સુધી મુખ્ય માર્ગ પર અનેક લોકોએ દબાણો ઉભા કરી દીધા છે. અનેક જગ્યાએ લારી, ગલ્લા ઉપરાંત રિક્ષા ઉભી રાખી વેપાર ધંધો કરતા વેપારીઓના કારણે અહીં ગીચતા ઊભી થઈ છે અને ટ્રાફિકનો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. વારંવાર જોવા મળતી આ પરિસ્થિતિના પગલે આજે દબાણ શાખાએ સમગ્ર વિસ્તારમાં દબાણ કરનારાઓને આ જગ્યાએથી ખસી જવાની તાકીદ કરી છે. અન્યથા આગામી દિવસોમાં તેમની વસ્તુ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરાશે.
0 Response to "વડોદરા: વાડી નાની સાકમારકેટની આસપાસના દબાણો હટાવવા દબાણ શાખાની સૂચના"
ટિપ્પણી પોસ્ટ કરો