કાળઝાળ ગરમીમાં સેવાભાવી સંસ્થાએ લોકોને ૩૦૦૦ જેટલા ફીડરનું નિઃશુલ્ક વિતરણ કર્યું
કાળઝાળ ગરમીમાં સેવાભાવી સંસ્થાએ લોકોને ૩૦૦૦ જેટલા ફીડરનું નિઃશુલ્ક વિતરણ કર્યું
છેલ્લા ચાર દિવસથી શહેરમાં ગરમીનો પારો 40 થી 42 ડિગ્રી વધુ જોવા મળી રહ્યો છે ત્યારે માણસો તો ત્રાહિમામ પોકારી જ ચુક્યા છે પરંતુ પશુ-પક્ષીઓ પણ ત્રસ્ત છે. આ વચ્ચે સુરતની એક સેવાભાવી સંસ્થા દ્વારા છેલ્લા બે મહિનામાં 6000 જેટલા માળાનું વિતરણ કરાયું છે. એટલું જ નહીં 3000 જેટલા ફીડર પણ નિઃશુલ્ક વિતરિત કરાયા છે.
એક તરફ સમગ્ર વિશ્વમાં જાણીતી અને વિલુપ્ત થવાના આરે આવેલી ચકલીઓની પ્રજાતિને બચાવવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ચકલી ખાસ કરીને ઉનાળા દરમિયાન માળા બનાવે છે અને આખું વર્ષ તેને સાચવે છે ત્યારે તેમને માટે ખાસ માળાઓ, માટીના પાણીના વાસણ જેવી વસ્તુઓ પણ અલગ અલગ સ્થળોએ મુકવામાં આવે છે. ત્યારે સુરતના
હંસ આર્ટ ગ્રુપ દ્વારા છેલ્લા 2 મહિનામાં 6000 જેટલા માળાનું વિતરણ કરાયું છે. સામાન્ય લોકો કે જે ચકલીઓની સંખ્યા વધારવા માટે અને એક સેવાના કાર્ય રૂપે માળા લેવા આવે છે તેમને આ માળા નિ:શુલ્ક આપવામાં આવે છે. જ્યારે કોઈ સંસ્થા મોટી સંખ્યામાં લેવા આવે તો તેમને પડતર કિંમતે આપવામાં આવે છે. આ માળા બનાવવા માટે યુવક અને યુવતીઓ પોતાના શિડ્યુલમાંથી થોડો સમય કાઢીને સેવા રૂપી કાર્ય કરવા માટે અહીં આવી માળા તૈયાર કરે છે. છેલ્લા 5 વર્ષમાં 30 હજાર જેટલા માળા બનાવી ફ્રીમાં વિતરિત કરાયા છે. વર્ષ 2018માં ઉત્તરાયણ પહેલા પતંગની દોરીથી કપાતા નિર્દોષ પક્ષીઓની સેવા માટે આ ગ્રુપ દ્વારા અભિયાન શરૂ કરાયું હતું. શરૂઆતમાં ગ્રુપ દ્વારા ઘરકામમાં ફર્નિચરની બચેલી પ્લાયમાંથી માળા બનાવાતા હતા.
સંસ્થાના પરેશભાઈ પટેલે કહ્યું કે , વિશ્વમાં 18 પ્રકારની ચકલીઓ છે. જેમાંથી ભારતમાં માત્ર ઘર ચકલી જ જોવા મળે છે. ચકલીઓની સંખ્યા વધારી શકાય એ માટે અમે આ અભિયાન શરૂ કર્યું હતું અને તે અથાગ પણે શરૂ રહેશે. સામાન્ય લોકો માટે માળા ફ્રી માં જ્યારે કોઈ સંસ્થા લેવા આવે તો તેમને પડતર કિંમતે આપીએ છે. છેલ્લા 2 મહિનામાં 3000 જેટલા ફીડર પણ નિઃશુલ્ક આપ્યા છે. જેથી કરીને ચકલી તેમજ અન્ય પક્ષીઓને ગરમીના આ કપરા સમયમાં નજીકમાં જ અનાજ પાણી મળી રહે અને તેઓ ગરમીનો ભોગ ન બને. અત્યારે જે લોકો પોતાના ઘરે સ્પેરો વિલા લગાવે તેને ત્યાં 1 થી 2 દિવસમાં ચકલીએ માળા બનાવ્યા છે.
0 Response to "કાળઝાળ ગરમીમાં સેવાભાવી સંસ્થાએ લોકોને ૩૦૦૦ જેટલા ફીડરનું નિઃશુલ્ક વિતરણ કર્યું"
ટિપ્પણી પોસ્ટ કરો