આયુષ ઔષધનું વૈશ્વિક હબ બનશે ગુજરાત
આયુષ ઔષધનું વૈશ્વિક હબ બનશે ગુજરાત:દેશ-વિદેશના આયુર્વેદ દવા-ઉત્પાદકો, સ્ટાર્ટઅપને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ મળશે, ગાંધીનગરમાં ગ્લોબલ આયુષ ઇન્વે. સમિટ યોજાશે
ગાંધીનગરમાં ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ સમિટ યોજાશે, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુલ્લી મૂકશે. દવાના ઉત્પાદનમાં ગુજરાત મોખરે તો છે, પરંતુ પરંપરાગત દવાના ક્ષેત્રમાં રોકાણ વધારવા, નવીનતમ સંશોધનો થાય અને નિકાસને વેગ આપવાના આશયથી આયુર્વેદિક અને અન્ય પરંપરાગત દવાઓ પર સમિટ ગાંધીનગરમાં યોજાઇ રહી છે.
દેશ-વિદેશના આયુર્વેદ દવાના ઉત્પાદકોને પ્લેટફોર્મ મળશે
ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ 20 એપ્રિલથી 22 એપ્રિલ, 2022 દરમિયાન ગાંધીનગરમાં યોજાશે. વડાપ્રધાન આ સમિટને ખુલ્લી મૂકશે. દેશ-વિદેશથી વિવિધ ફાર્મા કંપનીઓ, ઈન્ડસ્ટ્રીઝ તથા ઔષધિય પાકોનું વાવેતર કરતા ખેડૂતો તથા આયુર્વેદક્ષેત્રના તબીબો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે. સમિટ દ્વારા દેશ-વિદેશના નાના-મોટા આયુર્વેદ દવાના ઉત્પાદકો તથા આયુર્વેદ સાથે જોડાયેલી ઈન્ડસ્ટ્રીઝ તેમજ આયુર્વેદ સ્ટાર્ટઅપ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ મળશે.
પરંપરાગત દવાના ક્ષેત્રમાં રોકાણ વધારવાનો સમિટનો ઉદ્દેશ
ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ 20 એપ્રિલથી 22 એપ્રિલ, 2022 દરમિયાન ગાંધીનગરમાં યોજાશે. સમિટનો ઉદ્દેશ પરંપરાગત દવાના ક્ષેત્રમાં રોકાણ વધારવા અને નવીનતાઓ પ્રદર્શિત કરવાનો છે. લાંબા ગાળાની ભાગીદારીને પ્રોત્સાહન આપવા, નિકાસને પ્રોત્સાહન મળશે.


0 Response to "આયુષ ઔષધનું વૈશ્વિક હબ બનશે ગુજરાત"
ટિપ્પણી પોસ્ટ કરો