-->
પહેલા વડાપ્રધાન મોદી અને ત્યારબાદ મોરેશિયસના PMનો રોડ શો

પહેલા વડાપ્રધાન મોદી અને ત્યારબાદ મોરેશિયસના PMનો રોડ શો

 

પહેલા વડાપ્રધાન મોદી અને ત્યારબાદ મોરેશિયસના PMનો રોડ શો, લોકોની લાઈનો લાગી



જામનગરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ અમદાવાદ ખાતે અલગ અલગ સમયે આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6:40 વાગે અમદાવાદ એરપોર્ટ પર આવશે. જ્યારે પ્રવિંદ જુગનાથ 7.20 વાગ્યે આવશે. પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો નીકળશે. મોદી એરપોર્ટથી લોકોનું અભિવાદન ઝીલતાં ગાંધીનગર જવા રવાના થશે. ત્યારબાદ મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ ગાંધીનગર જવા નીકળશે. બંને વડાપ્રધાન અલગ અલગ રોડ શો કરતા કરતા જશે. હાલમાં રોડ શોમાં લોકોના આવવાની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાના બાળકો પણ વડાપ્રધાનને અને રોડ શો જોવા માટે આવ્યા છે. સ્કૂલ ડ્રેસ પહેરી બાળકો રોડ શો જોવા આવ્યા છે. ધીરે ધીરે લોકોના આવવાની શરૂઆત થઈ ગઈ છે.

એરપોર્ટથી તાજ સર્કલ, હાંસોલ અને ઈન્દિરા બ્રિજ સુધી લોકો માનવ સાંકળ રચી બંને દેશના વડાપ્રધાનને આવકારશે. સમગ્ર રોડ શોને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત રૂટ પર ગોઠવી દેવાયો છે. રોડની બંને તરફ બેરિકેટ લગાવી અને લોકો ભાજપના ઝંડા હાથમાં રાખી, ટોપી અને ખેંસ પહેરી સ્વાગત કરશે. બંને વડાપ્રધાન રોડ શો દરમિયાન ગુજરાત અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા અનેક કાર્યક્રમો નિહાળશે. એરપોર્ટથી ઇન્દિરાબ્રિજ સુધી રોડ રિસરફેસ કરવા સૂચના આપવામાં આવી છે. સમગ્ર રૂટ પર સાફ સફાઈ કરવી, પાર્કિગ પ્લોટમાં મેડિકલ ટીમો મુકવા જાણ કરી દેવાઈ છે.



0 Response to "પહેલા વડાપ્રધાન મોદી અને ત્યારબાદ મોરેશિયસના PMનો રોડ શો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel