-->
ધોરણ 12માં 3 વિષયમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષા આપવા દેવી: વાલી મંડળ

ધોરણ 12માં 3 વિષયમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષા આપવા દેવી: વાલી મંડળ

 

ધોરણ 12માં 3 વિષયમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષા આપવા દેવી: વાલી મંડળ





ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે જેમાં 72 ટકા પરિણામ આવ્યું છે ત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. દોઢ વર્ષ જેટલો અભ્યાસ વિદ્યાર્થીઓ ઓનલાઇન કર્યો હતો, જેના કારણે પરિણામ ઓછું આવ્યું છે માટે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ધોરણ 12માં 3 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પણ પૂરક પરીક્ષા આપવા દેવામાં આવે તેવી વાલી મંડળે માંગણી કરી છે.

ધોરણ 12નું 72 ટકા પરિણામ આવ્યું
ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે શિક્ષણમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે, ધોરણ 12નું 72 ટકા પરિણામ આવ્યું છે. કોરોનાને કારણે વિદ્યાર્થીઓ દોઢ વર્ષ ટ્યુશન કે સ્કૂલે ગયા નથી જેના કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ 1, 2 અને 3 વિષયમાં નાપાસ થયા છે. 2 વિષયમાં નાપાસ હોય તેવા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવામાં આવે છે ત્યારે આ વર્ષે 3 વિષય સુધીમાં નાપાસ હોય તેમની પૂરક લેવી જોઈએ.




પરીક્ષા વહેલી લેવાતા તૈયારી અધુરી રહી: વાલી મંડળ
સેન્ટ્રલ બોર્ડે અભ્યાસક્રમમાં પણ 30 ટકા ઘટાડો કર્યો હતો. જ્યારે રાજ્ય બોર્ડે કોર્ષ યથાવત રાખ્યો હતો, જેના કારણે પરિણામ ઓછું આવ્યું છે. ગુજરાત બોર્ડમાં પરીક્ષા પણ વહેલા લેવામાં આવી હતી જેના કારણે અનેક વિદ્યાર્થીઓ તૈયારી કરી શક્યા નહોતા. જેથી હવે જુલાઈ મહિનામાં યોજવનાર પૂરક પરીક્ષામાં 3 વિષયમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાનો મોકો આપવામાં આવે જેનાથી વિદ્યાર્થીઓ ભવિષ્ય સુધરે.


0 Response to "ધોરણ 12માં 3 વિષયમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષા આપવા દેવી: વાલી મંડળ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel