-->
હજયાત્રા-2022ના હાજીઓ માટે માટલીવાલા સ્કૂલમાં યોજાયો વિશેષ ટ્રેનિંગ કેમ્પ..

હજયાત્રા-2022ના હાજીઓ માટે માટલીવાલા સ્કૂલમાં યોજાયો વિશેષ ટ્રેનિંગ કેમ્પ..

ભરૂચ : હજયાત્રા-2022ના હાજીઓ માટે માટલીવાલા સ્કૂલમાં યોજાયો વિશેષ ટ્રેનિંગ કેમ્પ..


કોરોના મહામારી બાદ પહેલી વખત હજ કમિટી દ્વારા હજયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઘણા હાજીઓ દ્વારા હજયાત્રા કરવામાં આવનાર છે





ભરૂચ શહેરની માટલીવાલા સ્કૂલ ખાતે હજ કમિટી, ગાંધીનગર દ્વારા આવનાર હજયાત્રા-2022 માટે પસંદગી પામેલા હાજીઓ માટે ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હજ કમિટી, ગાંધીનગર દ્વારા ભરૂચ શહેરની માટલીવાલા સ્કૂલ ખાતે આવનાર હજયાત્રા-2022 માટે પસંદગી પામેલા હાજીઓને હજના અરકાન અદાઇગી બાબત માટેનો ટ્રેનિંગ કેમ્પ યોજાયો હતો. જેમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના હજ કમિટીમાં પસંદગી પામેલા હાજીઓને વિશેષ તાલીમ આપવામાં આવી હતી.


ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી બાદ પહેલી વખત હજ કમિટી દ્વારા હજયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઘણા હાજીઓ દ્વારા હજયાત્રા કરવામાં આવનાર છે, ત્યારે આ ટ્રેનિંગ કેમ્પમાં હજ કમિટી દ્વારા તાલીમ આપવા હેતુસર કુશળ ટ્રેનરો ભરૂચ ખાતે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

0 Response to "હજયાત્રા-2022ના હાજીઓ માટે માટલીવાલા સ્કૂલમાં યોજાયો વિશેષ ટ્રેનિંગ કેમ્પ.."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel