આજનું ભવિષ્ય તા.16-5-2022 સોમવાર
આજનું ભવિષ્ય તા.16-5-2022 સોમવાર
મેષ : આપને શારીરિક- માનસિક અસ્વસ્થતાને લીધે કામ કરવામાં મુશ્કેલી જણાય. વાહન ચલાવતી વખતે વિચારોને કાબૂમાં રાખવા.
વૃષભ : આપના કાર્યમાં અન્યનો સાથ- સહકાર મળી રહે. જાહેર ક્ષેત્રના સંસ્થાકીય કામ અંગે આપે વ્યસ્ત રહેવું પડે. હર્ષ-લાભ રહે.
મિથુન : આપના કાર્યમાં વ્યસ્ત રહો, કોર્ટ- કચેરીના કામમાં, રાજકીય સરકારી કામમાં રૂકાવટ બાદ સાનુકૂળતા મળી રહે.
કર્ક : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના ઉચાટ- ઉદ્વેગમાં રાહત થતી જાય આપના કામમાં સાનુકૂળતા થતી જાય.
સિંહ : આપને કામમાં રૂકાવટ રહે આવેશ- ઉશ્કેરાટમાં આવી જઈને કોઈ કાર્ય કરવું નહીં. કોર્ટ- કચેરીના કામમાં ધ્યાન રાખવું.
કન્યા : આપના કામ અંગે બહાર કે બહારગામ જવાનું બને પરદેશના કામમાં સરળતા રહે. ધંધામાં નવી કોઈ વાતચીત આવે કે ઓર્ડર મળી રહે.
તુલા : આપના કામમાં સરળતા રહે. સામાજિક વ્યવહારિક કામ અંગે બહાર જવાનું બને. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
વૃશ્ચિક : જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપના ચિંતા- પરેશાની ઓછા થતા જાય. મહત્ત્વના કામમાં સાનુકૂળતા થતી જાય.
ધન : આપે બેંકના, વીમા કંપનીના, શેર્સના કામમાં સાવધાની રાખવી પડે. રાજકીય સરકારી કામમાં ઉતાવળ કરવી નહીં.
મકર : આપના કાર્યમાં પુત્ર- પૌત્રાદિકનો સાથ સહકાર મળી રહેતાં રાહત રહે પરદેશના કામકાજમાં પ્રગતિ જણાય હર્ષલાભ રહે.
કુંભ : દિવસ દરમિયાન આપના રોજીંદા કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. જાહેર ક્ષેત્રના કામમાં સાવધાની રાખવી પડે.
મીન : ધીમે ધીમે આપના કાર્યમાં રાહત થતી જાય. ધર્મકાર્ય- શુભકાર્ય થવાથી હૃદય- મન પ્રસન્નતા અનુભવે.
0 Response to "આજનું ભવિષ્ય તા.16-5-2022 સોમવાર"
ટિપ્પણી પોસ્ટ કરો