વલ્ડ ઈનબોક્સ એકેડમી સહિત રાજ્યમાં આવેલાં 13 એકમોના 48 સ્થળો પર GSTના દરોડા
વલ્ડ ઈનબોક્સ એકેડમી સહિત રાજ્યમાં આવેલાં 13 એકમોના 48 સ્થળો પર GSTના દરોડા
રાજ્યમાં આવેલાં જુદા-જુદા કૉચિંગ ક્લાસ પર GSTના રાજ્યવ્યાપી દરોડા પડ્યા છે. 13 એકમોના 48 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. ભાવનગર, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, ગોધરા, આણંદ, હિંમતનગર, સુરત અને રાજકોટમાં દરોડા પડ્યાં છે.
સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા સર્વિસ સેક્ટર અંગે સંશોધન હાથ ધરેલ છે જેમાં સર્વિસ સેક્ટર અન્વયેના વિવિધ પ્રકારની સેવાઓ પુરી પાડતા વ્યવસાયિકો દ્વારા યોગ્ય રીતે GST ભરપાઇ કરવામાં આવે છે કે કેમ? તેની સિસ્ટમ બેઝ્ડ એનાલીસીસ અને માર્કેટ ઈંટેલિજન્સ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવેલ છે. જેના ભાગરૂપે નીચે દર્શાવ્યા મુજબના સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેના અને ધોરણ 10થી 12ના વિદ્યાર્થીઓને કોચીંગ આપતા એકમો પર એકસાથે રાજ્યવ્યાપી દરોડાની કાર્યવાહી શરૂ કરેલ છે.
0 Response to "વલ્ડ ઈનબોક્સ એકેડમી સહિત રાજ્યમાં આવેલાં 13 એકમોના 48 સ્થળો પર GSTના દરોડા"
ટિપ્પણી પોસ્ટ કરો