દિલ્હી ખાતે આમોદની દિવ્યાંગ દીકરીએ સેરેબ્રલ પાલ્સી ખેલ મહાકુંભમાં મેડલ પ્રાપ્ત કર્યા
દિલ્હી ખાતે આમોદની દિવ્યાંગ દીકરીએ સેરેબ્રલ પાલ્સી ખેલ મહાકુંભમાં મેડલ પ્રાપ્ત કર્યા
જન્મથી શારીરિક ક્ષતિ ધરાવતી આ દીકરીએ રાષ્ટ્રીય કક્ષાના રમોત્સવમાં ૧૦૦ મીટર દોડમાં ચોથા ક્રમે, જ્યારે ત્રણ કિલો ગોળા ફેંકમાં ત્રીજા ક્રમે આવી
નવી દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ખાતે ગત તા.૪થી ૭ મે દરમ્યાન સેરેબ્રલ પાલ્સી સ્પોર્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાની સેરેબ્રલ પાલ્સી એથ્લેટિક રમત ઉત્સવમાં ગુજરાતના તમામ દિવ્યાંગો સહિત આમોદનગરની દીકરી ખુશી મોદીએ પણ ભાગ લીધો હતો.આ નેશનલ ગેમ્સમાં રાષ્ટ્રીય કક્ષાએ દેશના જુદા જુદા રાજ્યોમાંથી કુલ ૧૪૦ દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો હતો.
ગુજરાતમાંથી આ કેટેગરીના કુલ ૨૫ દિવ્યાંગ ખેલાડીઓની ટીમ દિલ્હી ખાતે મોકલવામાં આવી હતી, ત્યારે ગુજરાતની ટીમે વિવિધ રમતોમાં ભાગ લીધો હતો.જેમાં આમોદની ૧૮ વર્ષીય દીકરી કે, જે હાલ આમોદ સ્વામિનારાયણ ગુરુકુલ-નાહિયેર ખાતે ધોરણ-૧૦માં અભ્યાસ કરે છે.જન્મથી શારીરિક ક્ષતિ ધરાવતી આ દીકરીએ રાષ્ટ્રીય કક્ષાના રમોત્સવમાં ૧૦૦ મીટર દોડમાં ચોથા ક્રમે, જ્યારે ત્રણ કિલો ગોળા ફેંકમાં ત્રીજા ક્રમે આવી હતી.
કરજણ ખાતે આવેલ સુમેરુ હોસ્પિટલના તબીબી સ્ટાફ તથા સંચાલકોએ ખુશીને પ્રેક્ટિસ કરાવી દિલ્હી સુધી લઈ ગયા હતા.જે ખુશીની ખુશીમાં વધારો કરવા આમોદનગરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ખુશીના ઘરે જઈ મીઠાઈ ખવડાવી ખુશી મનાવી હતી."કોશિશ કરને વાલો કી કભી હાર નહી હોતી" આ પંક્તિને આમોદની દિવ્યાંગ ખુશીએ સાર્થક કરી બતાવી છે.ગુજરાત રાજ્ય ભરૂચ જિલ્લા અને આમોદ તાલુકાનું નામ રોશન કરવા બદલ સૌકોઈએ ખુશીને અભિનંદન પાઠવ્યા હતા.

0 Response to "દિલ્હી ખાતે આમોદની દિવ્યાંગ દીકરીએ સેરેબ્રલ પાલ્સી ખેલ મહાકુંભમાં મેડલ પ્રાપ્ત કર્યા"
ટિપ્પણી પોસ્ટ કરો