નડીઆદના ગોકુલનાથજી મંદિરે બાલકૃષ્ણ પ્રભુના 151મા પાટોત્સવ નિમિત્તે 51 હજાર આમ્રકુંજનો અલૌકિક મનોરથ યોજાયો
નડીઆદના ગોકુલનાથજી મંદિરે બાલકૃષ્ણ પ્રભુના 151મા પાટોત્સવ નિમિત્તે 51 હજાર આમ્રકુંજનો અલૌકિક મનોરથ યોજાયો
ખેડા જિલ્લાના નડીઆદના શ્રી ગોકુલનાથજી મંદિરમાં શ્રી બાલકૃષ્ણ પ્રભુના ૧૫૧મા પાટોત્સવ નિમિત્તે ૫૧ હજાર આમ્રકુંજ (કેરી)ના અલૌકિક મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું.
નડીઆદના વલ્લભાચાર્ય ચરણ માર્ગ (સાંથ બજાર) ખાતે આવેલ (શુધ્ધાદ્વૈત વચતસ્પિત પીઠ) શ્રી ગોકુલનાથજી મંદિર ખાતે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાંઇજીના નિધી સ્વરૂપ તથા શ્રીનાથજીના ગોદ (ગવાખા)ના સ્વરૂપ શ્રી બાલકૃષ્ણ પ્રભુ (શ્રી રૂપરાયજી)ના ૧૫૧મા પાટોત્સવ નિમિત્તે શ્રી શુધ્ધાદ્વૈત વાચસ્પતિ પીઠાધિશ્વર ૧૦૮વ્રજરત્નલાલજી મહારાજના આશીર્વાદથી અને પૂ.પ.શ્રી ગોકુલોત્સવજી મહોદયની નિશ્રામાં ૫૧ હજાર આમ્રકુંજ (કેરી)ના અલૌકિક મનોરથના દર્શનનો નગર નડીઆદની સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિએ અલભ્ય લ્હાવો માણ્યો હતો.શ્રી ગોકુલનાથજી મંદિરમાં યોજાયેલ ૫૧ હજાર આમ્રકુંજ (કેરી)ના મનોરથ બાદ આમ્રકુંજ (કેરી) મનોરથની પ્રસાદીનું વિતરણ શુધ્ધાદ્વૈત વાચસ્પતિ પીઠાધિશ્વર ૧૦૮ વ્રજરત્નલાલજી મહારાજના આશીર્વાદથી અને ગોકુલોત્સવજીની આજ્ઞાથી ગોકુલનાથજી મંદિરના સમર્પિત કાર્યકરો સર્વ મુકેશ શાહ, ગોપાલ શાહ, જીજ્ઞેશ શાહ, દિપક ઘડિયાળી અને પરેશ શાહે નગરનડીઆદના સંતરામ મંદિર, માનવ સેવા, નિરાંત સેવાશ્રમ, દલાબાપા આશ્રમ અને નડીઆદના સલુણ બજાર ખાતે આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતેના મજૂર વર્ગમાં પ્રસાદીનું વિતરણ કર્યું હતું.
0 Response to "નડીઆદના ગોકુલનાથજી મંદિરે બાલકૃષ્ણ પ્રભુના 151મા પાટોત્સવ નિમિત્તે 51 હજાર આમ્રકુંજનો અલૌકિક મનોરથ યોજાયો"
ટિપ્પણી પોસ્ટ કરો